રાજકોટ,ધંધુકામાં ગૌરક્ષક કિસનભાઈ ભરવાડની વિધર્મીઓ દ્વારા કરાયેલી હત્યાના પડઘા પૂરા સૌરાષ્ટ્રમાં પડી રહ્યા છે. આજે જુનાગઢ જિલ્લામાં વિસાવદરે રોષપૂર્ણ બંધ પાળ્યો છે તો રાજુલામાં પણ બંધ પાળવામાં આવ્યો છે. મોરબી, ટંકારામાં આજે રેલીઓ નીકળી હતી. તો કાલે મેંદરડા અને કોડીનાર બંધના એલાન અપાયા છે. ગઇકાલે વાંકાનેર, જામનગરમાં રેલી નીકળી હતી. અને ફલ્લા ગામ ૩ કલાક બંધ રહ્યું હતું. હત્યારાઓ સામે ફાસ્ટ ટ્રેકમાં કેસ ચલાવવા અને ધંધુકામાં સ્વ. કિસન ભરવાડની પ્રતિમા મુકવા પણ રજૂઆતો કરવામાં આવી છે.

• વિસાવદર રબારી સમાજ. ભરવાડ સમાજ ચારણ સમાજ તેમજ હિન્દૂ સંગઠનો દ્વારા વિસાવદર બંધ નું એલાન આપવામાં આવ્યું હતું જેના સમર્થન માં સવાર થીજ લોકો પોતાના વેપાર ધંધા બંધ રાખી ને કિશન ભરવાડ ના હત્યા નો વિરોધ કર્યો હતો જેમાં સોનલ યુવા ગ્રુપ.રબારી સમાજ.ભરવાડ સમાજ.તેમજ વિશ્વહિન્દુ પરિષદ.બજરંગદળ. સહિત ના હિન્દૂ સંગઠનો જાેડાયા હતા હિન્દૂ સંગઠનો દ્વારા શહેર મા એક મોંન રેલી યોજી હતી તેમજ મામલતદાર ને એક આવેદનપત્ર પણ આપવામા આવ્યું હતું જેમાં હત્યારા ઓ ને ફાંસી ની સજા કરવમાં આવે તેવી માંગ કરી હતી

• મોરબીમાં રેલી ધંધુકા ખાતે હિન્દુ માલધારી યુવાન અને ગૌરક્ષક સ્વ.કિશનભાઈ શિવાભાઈ બોળીયાની હત્યાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે આજે વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ, ગૌરક્ષા મોરબી જિલ્લા અને શહેર તેમજ માલધારી સમાજ દ્વારા દરબારગઢથી નીકળી કલેક્ટર કચેરી સુધી મૌન પદયાત્રા રેલી નીકળી છે. ધંધુકા ખાતે હિન્દુ માલધારી યુવાન અને ગૌરક્ષક સ્વ. કિશનભાઈ શિવાભાઈ બોળીયાની વિધર્મી દ્વારા ઘાતકી હત્યા કરવામાં આવી છે હત્યારાઓને ઝડપથી પકડીને ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવી કડકમાં કડક સજા આપવામાં આવે તે માટે મોરબીમાં મૌન પદયાત્રા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને સોમવારે સવારે ૧૧ વાગ્યે વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ, ગૌરક્ષા મોરબી જિલ્લા અને શહેર તેમજ માલધારી સમાજ દ્વારા દરબારગઢથી નીકળી કલેક્ટર કચેરી સુધી મૌન પદયાત્રા રેલી નીકળી હતી.

• ટંકારામાં આવેદન ટંકારા તાલુકાના સમસ્ત હિન્દુ સમાજના નેજા હેઠળ ધંધુકામાં હિન્દુ યુવકની વિધર્મીઓ દ્વારા હત્યામાં પરિવાર ને ન્યાય મળે તે માટે આજે બપોરે ટંકારા તાલુકા મામલતદાર કચેરી ખાત્તે આવેદન આપવામાં આવ્યું છે. દેરીનાકા પાસે બપોર ના ૧૨ થી ૨ વેપારી સ્વયંભુ બંધ રાખી આવેદન આપવાનો નગરજનો અને વેપારીઓએ દ્વારા અપાશે. ગુજરાત સહિત દેશભરમાં આ યુવકની હત્યાના પડધા પડ્યા છે ત્યારે ટંકારા તાલુકાના સમસ્ત હિન્દુ સમાજના નેજા હેઠળ મોટી સંખ્યામાં કાર્યકરો એકત્ર થઇ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે.

• કોડીનાર ધંધુકા ખાતે હિન્દુ ગૌરક્ષક યુવાન કિશન ભરવાડ ની ઘાતકી હત્યાના કોડીનાર ખાતે પડઘા પડયા છે બે દિવસ પહેલા કોડીનાર મામલતદારને હિન્દુ સંગઠન દ્વારા આવેદનપત્ર પાઠવી કિશન ભરવાડ ની હત્યા કરનાર અને તેમાં સંડોવાયેલા ઓને ઝડપી તેનો કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવીને આરોપીઓને કડક સજાની માગણી કરી હતી બાદ અહીંના સોમનાથ મંદિર ખાતે વિવિધ હિન્દુ સંગઠન દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આવતીકાલ તારીખ ૧લી ફેબ્રુઆરીના રોજ કોડીનાર ના તમામ વેપારી ભાઇઓએ સ્વૈચ્છિક બંધ પાડવા અનુરોધ કરાયો હતો જે કોડીનાર ના તમામ વેપારીઓ પોતાના રોજગાર ધંધા બંધ રાખી કિશન ભરવાડ ને શ્રદ્ધાંજલિ આપશે.

• ગોંડલ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ગોંડલ દ્વારા ધંધુકા મુકામે હિન્દુ યુવક કિશનભાઇ શીવાભાઈ ભરવાડની વિધર્મી ઓ દ્વારા કરવામાં આવેલ ર્નિમમ હત્યાના પગલે આરોપી ને કડકમાં કડક સજા મળે તેવા હેતુથી મામલતદાર ને આવેદન આપવામાં આવ્યું હતું. બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ , મંત્રી પ્રતિકભાઇ રાઠોડ વિહિપ નગર અધ્યક્ષ રશ્મિન અગ્રાવત, મંત્રી મયુરભાઈ મહેતા, બજરંગ દળ સયોજક જય ખંડેરિયા, સહ સંયોજક હર્ષદ ગોહિલ, હિંદુ ઉત્સવ સમિતિના પ્રમુખ ગોપાલભાઈ ડોડીયા, ભરવાડ સમાજના આગેવાનો સામતભાઈ બાંભવા તથા ગોંડલના સર્વે હિન્દુ સમાજના યુવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.