રાજપીપળા : ઈકો સેન્સેટિવ ઝોન અને SOU વિસ્તાર વિકાસ પ્રવાસન સત્તા મંડળ રદ કરવાની માંગ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીના કેવડિયા હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે મ્‌ઁ નેતાઓની આગેવાનીમાં ઈકો સેન્સિટિવ ઝોન તથા SOU વિસ્તાર વિકાસ પ્રવાસન સત્તા મંડળ હટાવો સમિતિના નેજા હેઠળ મોટી સંખ્યામાં આદિવાસીઓ અનિશ્ચિત કાળ સુધી ધરણા પર ઉતરી પડ્યા હતા.એક તરફ સરકારે કાચી એન્ટ્રીઓ રદ કરી છે ભાજપ નર્મદા જિલ્લાના આદિવાસીઓને સમજ આપી રહી છે તો બીજી બાજુ સ્થાનિક સ્વરાજ ચૂંટણી પેહલા શરૂ થયેલુ આ આંદોલન ચૂંટણીના પરિણામો પર અસર કરશે એવા એંધાણ પણ વર્તાઈ રહ્યા હતા. 

સરકાર માંગો પુરી નહિ કરે તો દેશના આદિવાસીઓ કેવડીયામાં ઉમટી પડશે એવી ચીમકીને પગલે તંત્રમાં ખળભળાટ મચ્યો હતો.દરમિયાન વહેલી સવારે ૫ કલાકે ધરણા સ્થળ પર નર્મદા જિલ્લા પોલીસનો ૫૦ લોકોનો કાફલો આવી પહોંચ્યો હતો.પ્રથમ તો પોલીસે એમને સમજાવવાના પ્રયત્ન કર્યા હતા, એમની વિવિધ માંગો મુદ્દે જરૂરી સમજણ આપવાનો પણ પ્રયત્ન કર્યો હતો.આ સમજાવટ દરમિયાન આદિવાસીઓ અને પોલિસ કાફલા વચ્ચે ઘર્ષણના બનાવો પણ બન્યા હતા, એક સમય તો એવો આવ્યો કે મામલો ગરમાયો પણ હતો, જાે કે મામલો વધુ ગરમાય એ પેહલા પોલીસ તમામ લોકોને ધરણા સ્થળેથી ખસેડવામાં સફળ રહી હતી. ઈકો સેન્સેટિવ ઝોન અને SOU સત્તા મંડળ રદ કરવા ધરણા સ્થળ પર ઉશ્કેરીજન ભાષણ આપી ભયનું વાતવરણ પેદા કરી પોલિસની કાર્યવાહીમાં રૂકાવટ પેદા કરવા બદલ અને કોરોના સંક્રમણ ફેલાય એવું બેજવાબદારી ભર્યું કાર્ય કરવા બદલ કેવડિયા પોલીસે નર્મદા જિલ્લા મ્‌ઁ પ્રમુખ ચૈતર વસાવા, નર્મદા જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન બહાદુર વસાવા, નર્મદા જિલ્લા મ્‌જી પ્રમુખ મહેશ ગેબુ વસાવા સહિત ૮૦ થી વધુ લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.કેવડિયા પોલિસ મથકમાં પી.આઈ બી.ટી.ચૌધરીએ જણાવ્યું હતું કે ઈકો સેન્સેટિવ ઝોનની એન્ટ્રી તો સરકારે રદ કરી છે અને એસઓયુ સત્તા મંડળનો કાયદો પાસ થઈ ગયો છે એ રદ કરવા ધરણા ન કરાય એમ જણાવ્યા છતાં તેઓ માનવા તૈયાર ન હતા.અમે મામલતદારને પણ સ્થળ પર બોલાવ્યા ઈકો સેન્સેટિવ ઝોનની એન્ટ્રી રદ કરી એ દસ્તાવેજ પણ બતાવ્યા હતા.ધરણા સ્થળ પર સ્થાનિક આદિવાસીઓને ગુમરાહ કરાઈ રહ્યા હતા.