ડભોઇ

કોરોના કાળ વચ્ચે શિક્ષણ હવે ઓનલાઈન થઈ રહ્યું છે. ત્યારે કેટલાક ગરીબ બાળકો અને ગ્રામ્ય વિસ્તારો માં મોબાઈલ તેમજ ઇન્ટરનેટ ના અભાવ ને પગલે પૂરતું શિક્ષણ પહોચતું નથી ત્યારે ડભોઇ ના યૂથ ટુ ચેન્જ ફાઉન્ડેશન ગ્રુપના યુવાનો દ્વારા ડભોઇ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારો માં ફરી શિક્ષણ માટે નું જરૂરી માર્ગ દર્શન અને શિક્ષણ માટે ની કીટ જેમાં થરવાસા ગામે પેન પેનશીલ, રબર, નોટ બુક સહિતની કીટ નું ૧૦૦ ઉપરાંત બાળકો માં વિતરણ કરી શિક્ષણ કેળવા પ્રયાસ હાથ ધરાયો છે. ડભોઇ યૂથ ટુ ચેન્જ ફાઉન્ડેશન છેલ્લા કેટલાય સમય થી ડભોઇ નગર માં રાત્રી કોચિંગ ચલાવી શિક્ષણ ની દિશા બદલવા પ્રયાસ હાથ ધરાયો છે. ગરીબ અને નિરાધાર બાળકો ને આ ગૃપ દ્વારા અભ્યાસ લગતી પ્રવૃતીઓ અને જરૂરી અભ્યાસ કરાવી રહ્યા છે. ડભોઇ યૂથ ટુ ચેન્જ ફાઉન્ડેશન દ્વારા ગ્રામ્ય વિસ્તારો માં જ્યાં ગરીબ અને નિરાધાર બાળકો પાસે ઓનલાઈન શિક્ષણ પ્રાપ્ત કરવા કોઈ આધાર ન હોય ઇન્ટરનેટ સુવિધા ન હોય તેવામાં આ ગૃપ દ્વારા ગામે ગામ ફરી બાળકો ને એકત્ર કરી સોસિયલ ડિસ્ટન્સ સાથે બેસાડી ને અભ્યાસ કરવાનો પ્રારંભ કર્યો છે સાથે સાથે જરૂરી માર્ગ દર્શન અને શિક્ષણને લગતી કીટોનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે.