પાદરા

પાદરા-વડુ પંથકમાં રાજ્ય સરકારે કરેલી જાહેરાત પ્રમાણે ધો.૬ થી ૮ના વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય શરૂ થવા પામ્યું હતું. ધો.૬ થી ૮ના વિદ્યાર્થીઓને વાલીઓની સંમતિથી શાળાઓમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. કોરોનાની ગાઈડલાઈન મુજબ શિક્ષણકાર્યનો પ્રારંભ થયો હતો. શાળાઓના કેમ્પસ વિદ્યાર્થીઓના કિલ્લોલથી ગુંજી ઊઠયા હતા.

પાદરા-વડુ પંથકમાં ધો.૯ થી ૧રની શાળાઓમાં ફિઝિકલ શિક્ષણકાર્ય શરૂ કર્યા બાદ આજથી રાજ્ય સરકારે કરેલી જાહેરાત મુજબ ધો.૬ થી ૮ના વર્ગો લગભગ ૧૧ મહિના બાદ શિક્ષણકાર્યનો પ્રારંભ થયો હતો. રાજ્ય સરકારે ધો.૬ થી ૮ના વિદ્યાર્થીઓનું આજથી શિક્ષણકાર્ય ચાલુ કરવા માટે આપેલી લીલીઝંડીના પગલે પાદરા-વડુ પંથકમાં આવેલ તમામ શાળાઓ સરકારની કોવિડ અંગેની ગાઈડલાઈન મુજબ શિક્ષણકાર્યનો પ્રારંભ થવા પામ્યો હતો.

કોરોનાકાળમાં છેલ્લા ૧૧ મહિનાથી અટકેલું શિક્ષણકાર્ય ધીરે ધીરે હવે પાદરા-વુ પંથકમાં પણ પાટા ઉપર આવી રહી છે. ધીરે ધીરે શાળાના વર્ગો શરૂ થઈ રહ્યા છે જેમાં વિદ્યાર્થીઓની હાજરી પણ જાેવા મળી રહી છે. આજથી ધો.૬ થી ૮ના વર્ગો શરૂ થયા હતા. આ જાહેરાત વચ્ચે શાળાઓમાં કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે કેન્દ્ર સરકારની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવેલ હતું. જાે કે, ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રહ્યું હતું. પાદરાની પી.પી.શ્રોફ હાઇસ્કૂલ, ગર્લ્સ હાઈસ્કૂલ, ડી.ડી.પટેલ શાદર ઈંગ્લિશ મીડિયમ સ્કૂલ સહિત તાલુકાના વિવિધ ગામોમાં આવેલ શાળાઓમાં ધો.૬ થી ૮ના વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા. કે.કે.ચોકસી ગર્લ્સ હાઈસ્કૂ સહિત વિવિધ શાળાઓમાં પ૦ ટકા વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી. જેમાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવ્યું હતું. જાે કે, કોરોનાનો ડર હજુ પણ યથાવત્‌ છે. આ ઉપરાંત વાલીઓ માટે સૌથી મોટી તકલીફ વિદ્યાર્થીઓને લેવા-મુકવાની હોવાનું જાણવા મળે છે, તેમ છતાં શાળાના કેમ્પસ વિદ્યાર્થીઓના કિલ્લોલથી ગુંજી ઊઠયા હતા. ધો.૧ થી પના વર્ગો શરૂ થાય તે માટે પણ વિદ્યાર્થીઓ રાહ જાેઈ રહ્યા છે.