છત્તીસગઢ-

છત્તીસગઢનાં બીજાપુરમાં જે રીતે નક્સલવાદીઓ દ્વારા સુરક્ષા દળનાં જવાનો પર હુમલો કર્યો અને 23 જવાનોએ પોતાની જીંદગી ગુમાવી. હવે આ ઘાતક હુમલાનાં જવાબમાં નક્સલીઓ વિરૂદ્ધ મોટા અભિયાનની તૈયારીઓ થઈ ગઈ છે. આ માટે સૂત્ર તરફથી મળતી માહિતિ પ્રમાણે નક્સલીઓનાં 8 મોટા કમાન્ડરનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે.

સૂત્રો પાસેથી મળતી માહિતિ પ્રમાણે કાલે યોજાયેલી સમીક્ષા બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધુ છે કે નક્સલીઓની વિરૂદ્ધમાં હવે ઓપરેશન સ્પીડમાં ચલાવવામાં આવશે. આ માટે હવે હ્યુમન અને ટેકનિકલ ઈન્ટેલિજન્સનો સહારો પણ લેવામાં આવશે. આટલું જ નહી મોટા સ્તર પર NTRO સુરક્ષા એજન્સીઓને રીઅલ સમયની જાણકારી આપીને મદદ પણ કરશે.

સુરક્ષા એજન્સીઓએ મોલ્ટ વોન્ટેડ નક્સલી કમાન્ડરની લિસ્ટ બનાવીને તેમની સામે મોટું ઓપરેશન શરૂ કરવા જઈ રહી છે. સૂત્રોની માહિતિ પ્રમાણે ઓપરેશન પ્રહાર-3 મુજબ એ મોટા નક્સલીઓને નિશાન પર લેવામાં આવશે કે જે ભોળા યુવકોનું બ્રેન વોશ કરીને તેમને નક્સલી ગતીવિધિઓમાં સામેલ કરવા માટે ઉપસાવતા હોય છે. સુરક્ષાદળોએ નક્સલીઓનાં ટોપ કમાન્ડરની લિસ્ટ બનાવી છે કે જેમાં PLGA-1 નો સૌથી મોટો કમાન્ડર હિડમા સામેલ છે. સરક્ષા દળોને માહિતિ મળી ગઈ છે કે તે સુકમાનાં જંગલમાં છીપાઈને સુરક્ષાબળોને નિશાન પર લઈ શકે છે. સૂત્રો પ્રમાણે આ લિસ્ટમાં હિડમા સિવાય બીજા પણ કેટલાય નક્સલી લીડરો સામેલ છે.