અમદાવાદ, ગુજરાતમાં બીજે દિવસે પણ કોરોનાની સુનામી યથાવત રહી ચૂકી છે. ત્રીજી લહેરમાં સપડાયેલા ગુજરાતમાં અમદાવાદમાં આઠ સહિત એક જ દિવસમાં ૧૬ દર્દીએ પોતાના જીવ ગુમાવ્યાં છે. જાેકે નજીવા ઘટાડા સાથે ૨૧ હજાર ૨૨૫ કેસ નોંધાયા છે. અમદાવાદમાં ૮૮૦૪, વડોદરામાં ૨૮૪૧ અને સુરતમાં ૨૫૭૬ નવા કેસ સામે આવ્યા છે. અત્યાર સુધીનો કોરોનાના કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૧૦ લાખ અને એક્ટિવ કેસનો આંકડો ૧ લાખને વટાવી ચૂક્યો છે. અત્યાર સુધીમાં ગુજરાતભરમાં ૧૦ લાખ ૨૨ હજાર ૭૮૮ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક ૧૦ હજાર ૨૧૫ છે. તેમજ ૮ લાખ ૯૫ હજાર ૭૩૦ દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ ૧ લાખ ૪ હજાર ૮૮૮ એક્ટિવ કેસ છે, જેમાંથી ૧૫૬ દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે ૧ લાખ ૧૬ હજાર ૬૭૧ દર્દીની હાલત સ્થિર છે. રાજ્યમાં બીજી લહેરમાં સૌથી વધુ ૧૪ હજાર ૬૦૫ કેસ ૩૦ એપ્રિલે નોઁધાયા હતા. જે ૨૬૩ દિવસ અગાઉ હતાં, તો ૨૩૨ દિવસ બાદ ૧૩નાં મોત થયાં છે. અગાઉ ૫ જૂને ૧૩નાં મોત નોંધાયા હતા. રાજ્યમાં આજે ૨૧૨૨૫ કેસ એ બીજી લહેરની પીક તોડી નાંખી છે. ૩૦ એપ્રિલ ૨૦૨૧ના રોજ બીજી લહેરની પીક ૧૪૬૦૫ કેસ પર આવી હતી. જ્યારે પહેલી લહેરની પીક ૨૭ નવેમ્બરના રોજ ૧૬૦૭ કેસ પર આવી હતી. હવે નવા કેસો ૨૦ હજારને પાર થઈ ગયા છે, એક જ દિવસમાં કોરોનાના કારણે ૧૬ લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે ૨૦ જાન્યુઆરીએ અમદાવાદમાં શહેરમાં ૭, સુરત શહેરમાં ૨, જામનગર શહેર, ગાંધીનગર, રાજકોટ અને ખેડા જિલ્લામાં ૧-૧ મળી કુલ ૧૩ના મોત થયા છે.

૧૯ જાન્યુઆરીએ અમદાવાદ શહેરમાં ૬, વલસાડ અને સાબરકાંઠા જિલ્લામાં ૨-૨, સુરત શહેર અને ભરૂચ જિલ્લામાં ૧-૧ મળી કુલ ૧૨નાં મોત થયાં છે. ૧૮ જાન્યુઆરીએ અમદાવાદ શહેર અને સુરત જિલ્લામાં ૩-૩, સુરત શહેરમાં ૨ અને ભાવનગર શહેરમાં ૧ મળી કુલ ૧૦નાં મોત થયાં છે. ૧૭ જાન્યુઆરીએ અમદાવાદ શહેરમાં અને સુરત શહેરમાં ૧-૧, સુરત જિલ્લામાં ૨ અને પંચમહાલ જિલ્લામાં ૧નું મોત થયુ છે, ૧૬ જાન્યુઆરીએ અમદાવાદ, ભાવનગર અને સુરતમાં ૨-૨ વડોદરા અને તાપીમાં ૧-૧ મળી ૮નાં મોત નોંધાયા છે.

રામદેવ ફૂડ્‌સમાં ૧૮૩ કર્મચારીઓ કોરોના પોઝિટીવ

સાણંદ નજીક આવેલી રામદેવ ફૂડ ફેકટરીમાં કોરોના રાફડો ફાટ્યો છે. રામદેવ ફૂડ ફેકટરી દ્વારા ટેસ્ટિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ૬૬૯ જેટલા કર્મચારીઓનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. કર્મચારીઓના ટેસ્ટીગ કરતા ૧૮૩ લોકો કોરોના પોઝિટિવ આવતા જિલ્લા આરોગ્ય વિભાગ હરકત માં આવી ગયું છે. આ તમામ કર્મચારીઓને હોમ આઇસોલેશન માં રાખવામાં આવ્યા છે. આ ફેકટરીને સીલ કરી દેવામાં આવી છે અને સેનેતાઈઝર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આગામી સમયમાં જ્યા પણ મોટી સંખ્યામાં બહારથી કામ કરવા માટે આવતા કર્મચારીઓ નું ટેસ્ટિંગ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.૧૮૩ કર્મચારીઓમાં ૨૧ સાણંદ તાલુકાના છે અને બાકીના અમદાવાદ કોર્પોરેશનમાં થી અપડાઉન કરતા કર્મચારીઓ છે. આજે જિલ્લામાં ૧૭૭ કેસ નોંધાયા છે જેમાં થી વિરામગામમાં ૧૩ અને સાણંદમાં ૮૭ કેસ, માંડલમાં ૪, ધોળકામાં ૨૦, ધંધુકા અને દેત્રોજમાં ૪ ૪ કેસ નોંધાયા છે તો દસક્રોઈમાં ૨૮ અને બાવળમાં ૧૭ કેસ નોંધાયા છે.

ત્રીજી લહેરની ચેઈન તોડવા પાંચ દિવસની રજા જાહેર કરો  કોંગ્રેસની માંગ

ગુજરાતમાં દિનપ્રતિદિન કૂદકે અને ભૂસકે કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજ્ય સરકાર કોરોનાને કાબુમાં લેવા માટે બિલકુલ ગંભીર નથી તેવો આક્ષેપ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કર્યો છે. એટલું જ નહીં તેમણે જણાવ્યુ હતું કે, ત્રીજી લહેરમાં ગઇકાલે રાજયમાં ૨૫ હજારની નજીક અને અમદાવાદમા ૧૦ હજાર જેટલા કેસો આવ્યા છે એટલું જ નહીં, છેલ્લા પાંચ દિવસમાં મૃત્યુનો આંક પણ બે આંકમાં આવ્યો છે. ત્યારે રાજ્ય સરકારે તાયફાઓ કરવાના બદલે જનતાના હિતમાં અને કોરોનાની ચેઇનને તોડવા માટે પાંચ દિવસની રજા જાહેર કરીને કડક નિયંત્રણો લાદવા જાેઈએ તેવી માંગણી પણ કોંગ્રેસ દ્વારા કરાઈ હતી. કોરોનાથી મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને ન્યાય મળે તે માટે આગામી મહિનાના પ્રથમ સપ્તાહમાં દરેક જિલ્લામાં કલેકટરને ગાંધીનગરમાં મુખ્યમંત્રીને આવેદન પત્ર આપવામાં આવશે. જ્યારે દિલ્હીમાં અમારા નેતાઓ દ્વારા વડાપ્રધાનને પણ આવેદન પત્ર આપવામાં આવશે તેમ પણ જણાવાયું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર અને પૂર્વ પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ દ્વારા સંયુક્ત રીતે પત્રકાર પરિષદને સંબોધવામાં આવી હતી. જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યુ હતું કે, ગુજરાતમાં હવે કોરોનાની લહેર નહીં પણ સુનામી આવી ચૂકી છે. સતત ત્રણ દિવસથી વિક્રમજનક કેસ નોંધાઈ રહ્યા છે. રાજ્યમાં કોરોનાની ત્રણેય લહેરમાં પહેલી વખત ગઇકાલે ૨૪ હજાર ૪૮૫ કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાનો દાવાનળ ફાટ્યો હોય એમ ૨૫ હજાર જેટલા રાજ્યમાં અને ૧૦ હજાર જેટલા કેસ અમદાવાદમાં નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૩ દર્દીઓનાં મોત થયાં છે. ત્યારે કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર પર આક્ષેપ કરાયો છે.

સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ છ બાળકો દાખલ

રાજ્યમાં કોરોના કેસનો મહાવિસ્ફોટ થઈ રહ્યો છે. બાળકો પણ વધુ સંક્રમિત થઈ રહ્યા છે. બીજી લહેર બાદ નિષ્ણાંતો માની રહ્યા હતા કે કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત થશે. જેને રાજ્ય સરકાર દ્વારા આગોતરું આયોજન કરી લેવામાં આવ્યું હતું. બાળકો માટે જરૂર પડે તો સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલ ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં ૩૦૦ બેડની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. ૧૨૦૦ બેડમાં અત્યારે કોરોના પોઝિટિવ ૬ બાળકો દાખલ છે. ૩૭ દિવસથી લઈ ૧૨ વર્ષના બાળકો છે ૧ બાળકને ઓક્સિજન જરૂર છે. જાેકે ૬ બાળકોમાંથી ૪ બાળકોના વાલીઓ વેકસીન લીધી નથી. સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડેન્ટ ડોકટર રાકેશ જાેષીએ જણાવ્યું હતું કે હાલમાં ૬ બાળકો દાખલ જેમાં ૧ બાળક ઓક્સિજન પર છે. ૬ માંથી ૪ બાળકના વાલીએ એકપણ ડોઝ રસીના લીધા નથી. રસી લેવા માટે અપીલ કરી છે. ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં ૮૮ દર્દી દાખલ જેમાંથી ૭૦ કોરોના પોઝિટિવ છે. જ્યારે ૮ દર્દીના રિપોર્ટની રાહ જાેવાઈ રહી છે. ૮૮ દર્દી માંથી ૯ વેન્ટિલેટર પર છે અને ૪ બાયપેપ પર છે. ૩૩ દર્દી સ્ટેબલ છે. ૨૯ દર્દી છે જેણે બંને ડોઝ લીધા છે.

કાંકરિયા લેક ફ્રન્ટ પરિસરના ૧૨ સફાઈ કર્મચારીઓ કોરોના સંક્રમિત

અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યું છે જેથી લોકોમાં ફફડાટ જાેવા મળી રહ્યો છે મનપા દ્વારા ટેસ્ટિંગ અને સઘન બનાવાયું છે તાજેતરમાં શહેરના પ્રવાસીઓમાં લોકપ્રિય સ્થળ કાંકરિયા લેક ફ્રન્ટ પરિસરમાં ફરજ બજાવતા ૧૨ સફાઈ કર્મચારીઓ કોરોના સંક્રમિત થતા તમામ કર્મચારીઓને હોમ કવોરન્ટાઈન કરવામાં આવ્યા હોવાની માહિતી જાણ થતાં તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી છેલ્લા કેટલાક દિવસથી શહેરમાં કોરોના નવા કેસ સપાટી પર જાેવા મળી રહ્યા છે.શહેરના કાંકરિયા લેક ફ્રન્ટ પરિસરમાં ફરજ બજાવતા અને સતત સફાઈ કરતા કર્મચારીઓમા સંક્રમણ ના લક્ષણો જણાતા તંત્ર તરફથી સાબર તો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા સફાઇ કર્મીઓ પૈકી ૧૨ જેટલા કર્મીઓને કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા તમામ ૧૨ સફાઇ કર્મીઓને હોમ કવૉરન્ટાઈન કરવાનો તંત્ર દ્વારા ર્નિણય લેવામાં આવ્યો હતો.એક જાણકારી મુજબ છ દિવસ દરમિયાન ૩૦૪૭ લોકોના વેક્સિન વગર ના મળતા તરત પાછા મોકલાયા હતા કાંકરિયા લેક ફ્રન્ટ ખાતે દોસ્ત લીધો ન હોય એવા લોકોને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો તેમાં કાંકરિયા લેક ફ્રન્ટ પરિસરના જ સફાઇ કર્મીઓ પોઝિટિવ આવતા તંત્રે કડક કાર્યવાહી અને તકેદારી વધારી દીધી છે.