જામનગર-

ભાજપને રાજ્યની મહાનગરપાલિકાની ચૂંટણીમાં સૌથી પહેલા સારા સમચાર મળ્યા છે. અહીં વોર્ડ નંબર 9ની ભાજપની પેનલનો ભવ્ય વિજય થયો છે. જામનગર મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વોર્ડ 16 ની 64 બેઠકો માટેની મત ગણતરી શરૂ કરવામાં આવી છે. બેલેટ પેપર બાદ હવે ઇવીએમની મતગણતરી શરૂ કરવામાં આવી છે. શરૂઆતી પરિણામમાં ભાજપ 20 બેઠક પર અને 04 બેઠક પર કોંગ્રેસ આગળ છે. જામનગર વોર્ડ નંબર 13માં ત્રણ રાઉન્ડ પૂરા થયા છે. જેમાં 3 બેઠકો પર ભાજપ આગળ 1 બેઠક પર કોંગ્રેસ આગળ છે. વોર્ડ નં.5માં આપના ઉમેદવાર આગળ છે. વોર્ડ નંબર 9ની ભાજપની પેનલની જીત થઇ છે તેની વાત કરીએ તો નિલેશભાઇ કગથરા, ધીરેન મોનાણી, ધર્મીના સોઢા અને કુસુમબેન પંડ્યાનો સમાવેશ થાય છે.