ગાંધીનગર-

રાજ્યમાં અમદાવાદ રાજકોટ, સુરત, વડોદરા, જામનગર, ભાવનગર મહાનગરપાલિકામાં 21 ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાવાનું છે ત્યારે આજે શુક્રવારે સાંજે પાંચ વાગ્યા બાદ ચૂંટણી પ્રચાર પડઘમ શાંત થઈ જશે. આ છ શહેરમાં સંપૂર્ણ આચારસંહિતાનો અમલ હશે. જેથી જાહેરમાં કોઈ પણ સભા કે રેલી કરી શકાશે નહીં અને સાંજના પાંચ વાગ્યાથી તમામ રાજકીય પક્ષો ડોર ટુ ડોર પ્રચારમાં જોડાશે.

કઈ કોર્પોરેશનમાં કેટલા વોર્ડ અને કેટલા ઉમેદવારો


કોર્પોરેશન પ્રમાણે મતદારોની સંખ્યા


6 કોર્પોરેશનમાં કુલ 1.14 કરોડ મતદારો મત્તાધિકારનો ઉપયોગ કરશે

21 ફેબ્રુઆરીના રોજ 6 મહાનગરપાલિકામાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. 21 ફેબ્રુઆરીના રોજ 6 મહાનગર પાલિકામાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જેમાં કુલ 1,14,67,358 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ મતદારોમાં કુલ 60,60,540 જેટલા પુરુષો અને 54,06,279 મહિલા મતદાર અને 539 ટ્રાન્સજેન્ડર મતદાર નોંધાયા છે. આમ, કુલ 1,14,67,358 જેટલા મતદારો 6 કોર્પોરેશન ચૂંટણીમાં મતદાન કરશે. તેમાંથી સૌથી વધુ ટ્રાન્સજેન્ડર મતદાર 204ની સંખ્યા સાથે વડોદરા પ્રથમ સ્થાને છે. આમ, કુલ 1,14,67,358 જેટલા મતદારો 6 કોર્પોરેશનની ચૂંટણીમાં મતદાન કરશે.