અમદાવાદ-

રાજ્યની છ મહાનગરપાલિકાની ચૂંટણી માટે સવારે 7 વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ ગઈ છે. સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર અને જામનગર સહિત છ મહાનગરપાલિની ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે. કોરોના કાળમાં બીજી વાર ચૂંટણી યોજાવા જઈ રહી છે. મતદાનને લઈ સવારથી જ લોકોમાં ઉત્જેસાહ જોવા મળી રહ્માંયો છે. ઘણા દિગ્ગજોની કિસ્મતનો ફેંસલો જનતા જનાર્દન કરશે..મહાનગરપાલિકામાં સત્તા માટે મુખ્ય ટક્કર ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે છે. પણ કેટલીક બેઠકો પર આમ આદમીના ઉમેદવારો મેદાનમાં હોઈ ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે. વડોદરા મહાનગરપાલિકાનીની વાત કરીએ તો 19 વોર્ડની ચુંટણી માટે 279 જેટલા ઉમેદવારોએ પોતાનું નસીબ અજમાવ્યું છે. જ્યારે જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે 239 ઉમેદવારો વચ્ચે ટક્કર થશે. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 72 બેઠકો પર 293 ઉમેદવારોનું ભાવિ મતદારો નક્કી કરશે. ભાવનગર મહાનગરપાલિકાની 13 વોર્ડ માટે યોજાનાર ચૂંટણીમાં 211 ઉમેદવારો મેદાનમાં છે. 

મતદાન એટલે લોકશાહીનો પર્વ આજે રવિવારે વહેલી સવારથી વડોદરાના મતદાન મથકો પર મતાધિકારનો ઉપયોગ કરવા મતદારો આવ્યા હતાં. સવારે મતદાન શરૂ થયા બાદ 3 જગ્યા ઉપર EVM ખોટવાયા હતા. જોકે, 15 મિનિટની અંદર EVM રિપ્લેસ કરીને મતદાનની શરૂઆત કરવામાં આવી હતી. વડોદરા શહેરના રાજકારણના અગ્રણીઓએ પણ મતદાન કર્યું હતું, સાંસદ રંજનબેન ભટ્ટ, રાવપુરાના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, વોર્ડ નંબર-3માંથી ભાજપના ઉમેદવાર પરાક્રમ સિંહ જાડેજાએ મતદાન કર્યું હતું.