પંચમહાલ-

મોરવા હડફ વિધાનસભાની પેટાચૂંટણીનું આજે મતદાન યોજાઈ રહ્યું છે. ભાજપના ઉમેદઉમેદવાર નિમિષા સુથારે મોરવા હડફના ગોબલી ફળિયા પ્રાથમિક શાળાના મતદાન બુથ પરથી મતદાન કર્યું છે. ગ્રામ્ય વિસ્તારમાં યોજાઈ રહેલ આ પેટાચૂંટણીમાં મતદાન માટે જોવા મળી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા બુથોમાં મતદારોની લાઈનો જોવા મળી છે. ચૂંટણી અધિકારીઓ દ્વારા કોવિડ19નો ગાઈડલાઈન અનુસાર જ મતદારોને મતદાન કરવા દેવામાં આવી રહ્યું છે.

મોરવાહડફ પેટાચૂંટણીમાં બપોરે 3 વાગ્યા સુધીમાં 35.58 ટકા મતદાન થયું છે. સવારે 11 વાગ્યા સુધી 19.40 ટકા મતદાન નોંધાયું હતું અને 24,997 પુુરુષો અને 17,527 મહિલાઓ મળી કુલ 42,524 લોકો મતાધિકારનો ઉપયોગ કરી ચુક્યા છે. કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કટારાએ મતદાન કર્યુ છે. સાગવાડા ગામની કસુંબલ ડુંગર ફળિયા વર્ગ પ્રાથમિક શાળા ખાતે તેમણે મતદાન કર્યુ છે. મોરવા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું મતદાન શાંતિ પૂર્ણ માહોલમાં યોજાઈ રહ્યું છે. કુલ ૩૨૯ મતદાન મથકો પર વોટિંગ યોજાઈ રહ્યું છે. ૧૬૪૫ ચૂંટણીકર્મીઓ સહિત એક આરોગ્યકર્મી પણ ફરજ પર છે. મોરવા હડફ વિધાનસભાની પેટા ચૂંટણીમાં આજે 2,19,337 મતદારો ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે.