અમદાવાદ-

ગુજરાત રાજ્યમાં આજરોજ 6 મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં તમામ મતદાન કેન્દ્રો પર સવારે 7 વાગ્યાથી મતદાન શરુ થઇ ચુક્યું છે. સરવાળે આ મહનાગર પાલિકાની ચૂંટણીમાં મતદારોનો મૂળ જામ્યો નથી. મતદાનની ટકાવારી ઘણી ઓછી જોવા મળી રહી છે.

સવારે 7થી 8 વાગ્યામાં એટલે પહેલા એક કલાકમાં અમદાવાદમાં અને ભાવનગરમાં સૌથી વધુ 5 ટકા મતદાન થયું છે. ત્યારબાદ ત્યારબાદ વડોદરામાં 4 ટકા, સુરતમાં 4 ટકા, રાજકોટમાં 3 ટકા, જામનગરમાં 3 ટકા મતદાન થયું છે. જ્યારે 7 કલાક બાદની સ્થિતિ પર નજર કરીએ તો હાલમાં સૌથી વધુ જામનગરમાં 28 ટકા મતદાન થયું છે. જ્યારે સૌથી ઓછું 18 ટકા મતદાન અમદાવાદમાં થયું છે. રાજકોટમાં સૌથી પહેલા 75 વર્ષિય દાદાએ મતદાનની શરૂઆત કરી હતી. ત્યારબાદ ધારાસભ્ય તેમજ સાંસદ તેમજ અન્ય રાજકીય નેતાઓ પણ મતદાન કરવા પહોંચ્યા હતા.

હાલમાં ત્રણ વાગ્યા સુધીમાં પણ મતદાન પ્રક્રિયા નીરસ જણાઈ રહી છે. મતદાન પૂર્ણ થવાને માત્ર ત્રણ કલાક બાકી રહ્યા છે. ઓછા મતદાન અને નિરસ માહોલને કારણે પક્ષો ચિંતામાં જણાઈ રહ્યા છે. ત્રણ વાગ્યા સુધીમાં ઓછું મતદાન નોંધાયું છે. છેલ્લાં ત્રણ કલાકમાં ઉમેદવારોની પોલિંગ બૂથ પર નજર મંડાઈ રહી છે. સૌથી વધુ લોકો મતદાન કરે તેના માટે કાર્યકરોનાં પ્રયાસ હાથ ધરી રહ્યા છે. લોકોને મતદાનની પવિત્ર ફરજ અદા કરવા સમજાવટ કરી રહ્યા છે.

મતદાન માં ઐતિહાસિક નિરસતા, ફાયદો કોને ?

શહેરી વિસ્તાર ભાજપનો ગઢ રહ્યો છે અને પૂર્વે દરેક સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ સમય સુધી આજે થયું એના કરતાં અનેક ગણું વધારે મતદાન થયું છે. આ વખતનું મતદાન અને બપોર સુધી ની સામે આવેલી મતદાનની ટકાવારી ભાજપ માટે ચિંતાનો વિષય? કે તમામ ગરબડગોટાળા વચ્ચે કોંગ્રેસ માટે ખુશી નો વિષય સાબિત થઇ શકે . જોકે ઓછાં મતદાનથી કોને ફાયદો કોને નુકસાન એતો મતગણતરીના દિવસે જ ખબર પડશે. પરંતુ શહેરી મતદારોએ બપોર સુધી તો મતદાન કરવામાં નિરસતા દાખવી તે હકીકત છે

3 વાગ્યા સુધી સરેરાશ મતદાન

અમદાવાદ 20.34%

રાજકોટ 24.94%

સુરત 24.70%

વડોદરા 25.43%

ભાવનગર 29.90%

જામનગર 28.05%