ગાંધીનગર,તા.૧૬ 

રાજ્યમાં શિક્ષિત બેરોજગાર યુવાનો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે. વિવિધ ભરતીઓ અંગે સરકારનું સ્ટેન્ડ ક્લિયર ન હોવાના કારણે શિક્ષિત બેરોજગાર યુવાનો દ્વારા આ આંદોલન કરવામાં આવી રહ્યું છે. જે હેઠળ હાલ સોશિયલ મીડિયા ટિ્‌વટર પર ઈંપહેલા_રોજગારી_પછી_ચૂંટણી ટ્રેન્ડ કરી રહ્યું છે. આ આંદોલન હેઠળ રાજ્યમાં પેટા ચૂંટણીનું આયોજન કરતા પહેલા બાકી ભરતીઓ પૂરી કરવામાં આવે એવી માગ કરવામાં આવી રહી છે. વિવિધ બાકી ભરતીઓ પર્ણ કરવા અંગે સરકાર જલદી કોઈ નિર્ણય લે તે માટે રાજ્યમાં શિક્ષિત બેરોજગાર યુવાનો દ્વારા છેલ્લા ઘણા સમયથી આંદોલન કરવામાં આવી રહ્યું છે. ત્યારે હવે સોશિયલ મીડિયા ટ્‌વીટર પર ભારતીઓની માગ સાથે #પહેલા_રોજગારી_પછી_ચૂંટણી હેશટેગ સાથે યુવાનોએ આંદોલન છેડ્યું છે. આ હેઠળ યુવાનોએ આચારસંહિતા લાગે તે પહેલા સ્પષ્ટતા કરવાની માગ કરી છે. જાે કે, આ પેહલા સરકાર સાથે મંત્રણા પણ અનિર્ણીત રહી હતી.