પશ્ચિમ બંગાળ-

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં કુલ 8 ચરણ છે જેમાં ત્રણ ચરણની ચૂંટણી પૂરી થઇ ગઈ છે. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ નેતાઓના ભાષણ અને નિવેદનો ઉગ્ર બનતા જાય છે. આવા નેતાઓ પર આખરે ચૂંટણીપંચને કાર્યવાહી કરવી પડે છે. આવું જ એક વિવાદિત નિવેદન આપતા ચૂંટણીપંચે મુખ્યપ્રધાન મમતા બેનરજીને ફરી એક વાર નોટીસ ફટકારી છે. પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના પગલે રાજકીય પક્ષોમાં આક્ષેપ-પ્રતિ આક્ષેપ ચાલુ છે. આ બધાની વચ્ચે ચૂંટણી પંચે ફરીથી બંગાળના મુખ્યપ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જી  ને કેન્દ્રીય સુરક્ષાદળો વિરુદ્ધ ભાષણ આપવા બદલ નોટિસ ફટકારી છે. ચૂંટણીપંચે શનિવારે સવારે 11 વાગ્યા સુધીમાં મમતા બેનર્જીને તેમના ભાષણ પર જવાબ નોંધાવવા કહ્યું છે. ચૂંટણી પંચે કહ્યું કે તેમના ભાષણથી આચારસંહિતાની અનેક કલમોની સાથે કાયદાનું ઉલ્લંઘન થયું છે. નોટિસમાં ચૂંટણીપંચે મમતા બેનરજીના નિવેદનોનો ઉલ્લેખ કર્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે કેન્દ્રીય સુરક્ષાદળોના જવાનો મતદારોને મતદાન કરતા અટકાવી રહ્યા છે. મમતાએ કેન્દ્રીય સુરક્ષાદળો પર ગંભીર આક્ષેપો કર્યા