રાજકોટ-

રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં ત્રણે બેઠક પર સોમવારે મતદાન યોજાયું હતું. ત્યારે આ ચૂંટણીમાં નીતિન ઢાંકેચા જુથના લક્ષ્મણ સિંધવ, નરેન્દ્ર ભુવા અને ભુપેન્દ્રસિંહ જાડેજા વિજેતા થયા છે. રાજકોટ લોધિકા સંઘના વર્તમાન ચેરમેન નીતિન ઢાંકેચા અને ધારાસભ્ય અરવિંદ રૈયાણી જુથ વચ્ચે ચૂંટણી યોજાઈ હતી.

ખાંભા બેઠક પર અશોક ભુવા અને ગોપાલસિંહ જાડેજા, રૈયા-મવા બેઠક પર ભૂપેન્દ્રસિંહ જાડેજા અને પ્રવીણ સખિયા તેમજ હડમતિયા બેઠક પર લક્ષ્મણ સિંધવ અને કરશન ડાંગરે સામ સામી ઉમેદવારી કરી હતી. સોમવારે જૂની કલેક્ટર કચેરી ખાતે સવારે મતદાન શરૂ થયાના કલાકમાં જ ૧૩માંથી ૧૨ મતદારોએ મતદાન કર્યું હતું અન્ય એક મતદારે બપોરે મતદાન કર્યુ હતું. મતદાન પૂર્વે નીતિન ઢાંકેચા ઉમેદવાર સિવાયના ૬ મતદારને અજ્ઞાત સ્થળે લઇ ગયા અને સીધા મતદાન સ્થળે લાવ્યા હતા. ત્યારે આજે મતગણતરી બાદ ત્રણેય બેઠક પર ઢાંકેચા જૂથના ઉમેદવાર વિજેતા થયા છે.