ગાંધીનગર-

કોરોનાને કારણે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા લૉકડાઉન બાદ હવે મોટાભાગે બધું જ અનલૉક થઈ ગયું છે. 11 જાન્યુઆરીથી 11 અને 12 ધોરણની કૉલેજ શરૂ થયા પછી 8 ફેબ્રુઆરીથી 9થી 11 ધોરણના વિદ્યાર્થીઓની સ્કૂલ પણ શરૂ થઈ ગઈ છે. હવે પ્રાથમિક ધોરણના વિદ્યાર્થીઓ માટે પણ સ્કૂલ 1 માર્ચની આસપાસ શરૂ કરવાની વિચારણા શરૂ કરી દેવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે ઉનાળાનું વેકેશન પણ ટૂંકાવીને નવું શૈક્ષણિક સત્ર વહેલા શરૂ કરવા માટે પણ નવું એકેડેમિક કેલેન્ડર બનાવવાની તૈયારીઓ થઈ રહી છે.

ચૂંટણી પછી થઈ શકે છે 1થી 4 ધોરણના વિદ્યાર્થીની એકમ કસોટી રાજ્યના શિક્ષણ વિભાગમાં ચાલતી ચર્ચા પ્રમાણે, સ્થાનિક સ્વરાજ ચૂંટણી પછી સરકાર 1થી 4 ધોરણ અને 5થી 7ના વિદ્યાર્થીઓની પરીક્ષા માટે વિચાર કરી રહી છે. એટલું જ નહીં આગામી સત્ર પણ વહેલું શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે ઉનાળાનું વેકેશન પણ વિદ્યાર્થીઓને લાંબું આપવામાં નહીં આવે. જો કે, આ બાબતે હજી સુધી કોઇપણ નિર્ણય લેવામાં આવ્યો નથી.