અમદાવાદ, કોરોના વાયરસના કારણે નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ મહત્વનો ર્નિણય કર્યો છે. જેમાં વર્ષ ૨૦૨૧-૨૨ના શૈક્ષિણક વર્ષ માટે જેઇઇ-મેન્સ પરીક્ષા આપવા માટે લઘુતમ લાયકાત ધો.૧૨માં ૭૫ ટકા હતી, જ્યારે બીજી તરફ તેમાં ફેરફાર કરીને માત્ર ધોરણ-૧૨ પાસ કરી નાખવાથી વિદ્યાર્થીઓને ઘણો ફાયદો થશે. ત્યારે તેનો મતલબ એવો કે આ વર્ષે બહોળી સંખ્યામાં ૧૨ પાસ વિદ્યાર્થીઓ ઈચ્છે તો જેઇઇ-મેન્સ પરીક્ષા આપી શકશે.

બીજી તરફ ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન જ્યાં સુધી નોટિફિકેશન બહાર ના પાડે ત્યાં સુધી ઈજનેરી કોલેજને આ લાભ નહી મળે, ઉલ્લેખનીય છે કે આ મામલે નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ ફેબ્રુઆરીના રોજ જાહેર નોટીસ આપી હતી. તેમાં જાહેરાત કરવામાં આવી છે કે જેઇઇ-મેન્સ આપવા માટેની લાયકાત માત્ર હવે ધોરણ-૧૨ પાસ રહેશે. નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ જેઇઇ-મેન્સ માટે જ લાયકાતમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

જે માત્ર એનઆઈટી, આઈઆઈટી, સીએફઆઈટીએસમાં એડમિશન લેવા પુરતીજ રહેશે. ઉલ્લેખનીય છે કે કોરોના કાળમાં છેલ્લા ૧૦ મહિનાથી વધુ કોલેજાે બંધ રહી હતી. જાે કે ઈજનેરીમાં પ્રવેશ માટે એઆઈસીટીઈ દ્વારા નક્કી કરાયેલી ઓપન કેટેગરીમાં ૫૦ ટકાની લઘુત્તમ લાયકાતમાં એઆઈસીટીઈ દ્વારા હજુ સુધી કોઈ છુટ આપવામા આવી નથી.કોરોનાને લીધે સ્કૂલો બંધ રહેતા અને કોચિંગ ઈન્સ્ટિટયુટો બંધ રહેતા વિદ્યાર્થીઓ ધો.૧૨નો પુરતો અભ્યાસ કરી શક્યા નથી તેમજ જેઈઈ મેઈનની પણ તૈયારી કરી શક્યા નથી ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા એક વર્ષ માટે આ ખાસ રીલેક્સેશન આપવામા આવ્યુ છે.