વડોદરા, તા.૫ 

વડોદરા રેલવે ડિવિઝનના કર્મચારીઓને મહાપ્રબંધક સેફટી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક આલોક કંસલે વીડિયો કોન્ફરસિંગ દ્વારા આજે વડોદરા મંડળમાં ટ્રેન ઓપરેશન દરમિયાન સુરક્ષાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર રેલકર્મીઓ સાથે વાત કરી તેમના કામની પ્રશંસા કરી હતી.

મહાપ્રબંધક સ્તરની સેફટી એવોર્ડનું વિતરણ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોને ધ્યાનમાં રાખીને મંડળના અધિકારીઓની ઉપસ્થિતિમાં મંડળ રેલ પ્રબંધક દેવેન્દ્રકુમાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કિશોર એસ. સિનિયર ટેકનિશિયન, વડોદરા યાર્ડ મહેશ ટી.વસાવા, પોઈન્ટમેન્સ ભરૂચ વિનોદકુમાર યાદવ, પ્લેટ ફોર્મ પોર્ટર ઉત્રાણ અને મોહન મીણા, લોકો પાઈલોટ, ગુડ્‌સ ગોધરાના સેફટી એવોર્ડથી સન્માનિત કરી મંડળ મેન ઓફ ધ મંથનો પુરસ્કાર ટ્રેન ઓપરેશન દરમિયાન સુરક્ષાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર રેલ કર્મચારીઓને આપવામાં આવ્યો હતો.