રાજકોટ-

એનએફઆઈઆર દિલ્હીના આહવાનને લઈને વે.રેલ્વે મજદૂર સંઘ રાજકોટ દ્વારા કર્મચારીઓની વિવિધ માગોને લઈને સમગ્ર ભારતીય રેલ્વેમાં એનએફઆઈઆર દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ છે.  વિશાળ સંખ્યામાં કર્મચારીઓ પોતાની વિવિધ માંગો લઈ વિરોધ પ્રદર્શીત કરેલ.મંડળ મંત્રી હિરેન મહેતાએ જણાવેલ કે, સરકારની કામદાર વિરોધી નીતીઓની કાઢેલ કે કામદાર વિરોધી સરકાર નહીં ચાલે અને આવનારા દિવસોમાં રેલ રોકો સુધીના કાર્યક્રમ આપવામાં આવશે. કર્મચારી દ્વારા સૂત્રોચ્ચાર દરમિયાન સરકાર વિરોધી સૂત્રો પોકાર્યા હતા.

મોદી તેરી તાનાશાહી નહીં ચલેગી, પીયૂષ ગોહેલ તેરી દાદાગીરી નહીં ચલેગી, બોનસ હમારા હક હે ભીખ નહીં. રોજીરોટી દેના સકી વો સરકાર નિકકમી હૈ, જો સરકાર નિકકમી હૈ વો સરકાર બદલની હૈ, સાથે કર્મચારીઓ ઓફિસ વિરોધ કરેલ. 2019-2020નું ઉત્પાદન સાથે જોડાયેલા બોનસ સમયસર આપવું, દૂર્ગા પૂજા (દશેરા પહેલા) જાહેર કરવું. નાઈટ ડ્યુટી અલાઉંસ માટે રેલ મંત્રાલયના પત્ર ક્રમાંક ફરી પુનર્વિલોકન કરવું જોઈએ અને રીકવરી ત્વરીત રોકી દેવી જોઈએ.

મોંઘવારી ભથ્થુ જે જાહેર કરેલ છે તે યોગ્ય સમયે આપવું. સેફ્ટી કેટેગરી સ્ટાફના સંતાનો કે જેઓ 27/10/2017 સુધીમાં મેડીકલ ફીટ જાહેર થયા છે. તેમને કઅછજૠઊજજ હેઠળ નોકરી આપવી, રેલ મંત્રાલયના આદેશનું સત્વરે પાલન કરવું. ટ્રેક મેન્ટેનર કેટેગરીના 10%માં ઈન્ટેક કોટા તથા કેડર રીસ્ટ્રકચરીંગના તાત્કાલીક આદેશ આપવામાં આવે. નવી પેન્શન નીતિ રદ્દ કરી, જૂની પેન્શન સ્કીમ શરૂ કરો. રેલ્વેમાં નિજીકરણ બંધ કરો. રેલ્વેમાં મોટાપાયે શરૂ કરવામાં આવેલ નિજીકરણ બંધ કરો. આ ભવ્ય વિરોધ પ્રદર્શન વેસ્ટર્ન રેલ્વેના દરેક છ મંડળો મુંબઈ, વડોદરા, અમદાવાદ, રાજકોટ, રતલામ અને ભાવનગર ખાતે કરવામાં આવ્યું હતું.