આણંદ : રોજગાર ભરતીમેળા જિલ્લા રોજગાર કચેરી આણંદ દ્વારા તા.૧૭ અને તા.૧૮ના રોજ ટેલીફોનિક અથવા વોટ્‌સએપ વીડિયો કોલિંગ ઉપરાંત ગુગલમીટ એપ્લિકેશન દ્વારા ઓનલાઇન રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. 

હાલમાં કોવિડ-૧૯ મહામારીની સ્થિતિમાં હેલ્થ વિભાગની ગાઇડલાઇનને ધ્યાને લેતાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જરૂરી છે. સાથે સાથે વધુ વ્યક્તિઓએ એક જગ્યાએ ભેગાં ન થવાની સૂચનાને અનુસરતા આણંદ જિલ્લાનાં રોજગારવાંચ્છુ ઉમેદવારોને રોજગારી મળી રહે તેમજ નોકરીદાતાને યોગ્ય લાયકાત ધરાવતાં ઉમેદવાર મળી રહે તે હેતુથી ઓનલાઇન રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

તદ્દઅનુસાર ઓનલાઇન રોજગાર ભરતીમેળાની ઉમેદવારે જિલ્લા રોજગાર કચેરી દ્વારા બનાવવામાં આવેલી ગુગલ લિંન્કઃ-https://forms.gle/JdJSwEjYG8JakRCfA, ઈ-મેલ આઈડી mcc.anand01@gmail.com, eoanand@yahoo.com પર રજિસ્ટ્રેશન કરાવેલું હોય તેવાં ઉમેદવારોની ખાલી જગ્યા માટે પ્રાથમિક પસંદગી કરવામાં આવશે. મેન્યુફેક્ચરિંગ સેક્ટર, સર્વિસ સેક્ટર, તેમજ અન્ય સેક્ટરનાં નોકરીદાતાઓ દ્વારા નોંધાયેલી ખાલી જગ્યાઓ ઉપર ઉમેદવારની પ્રાથમિક પસંદગી કરવામાં આવશે. ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરાવેલું હશે તેવાં જ ઉમેદવારોની વિગત ફોન નંબર સાથેની રોજગાર ભરતી મેળામાં ભાગ લેનાર કંપનીઓને તેમની ખાલી જગ્યાઓ અનુરૂપ આપવામાં આવશે. નોકરીદાતા દ્વારા ઉમેદવારનો ટેલીફોનિક અથવા વોટ્‌સએપ વીડિયો કોલિંગ દ્વારા ઈન્ટરવ્યૂં લેવામાં આવે ત્યારે ઉમેદવારે જરૂરી ડોક્યૂમેન્ટ સાથે રાખવા અને ઇન્ટરવ્યૂં માટે પૂર્વ તૈયારી રાખવાની રહેશે.