વડોદરા-

વડોદરામાં સર્કિટ હાઉસ ખાતે રાજ્ય ઉર્જામંત્રી સૌરભ પટેલે કૃષિ કાયદાને મુદ્દે પ્રેસ કોન્ફરન્સ યોજીને પત્રકારોને કેન્દ્રીય કૃષિબીલની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ભાજપે સ્વતંત્ર ખેડૂત અને સશક્ત ખેડૂતનો નારો આપ્યો છે. તેમજ વિપક્ષ કૃષિ બિલ અંગે અફવાઓ ફેલાવી ખેડૂતોને ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાને ખેડુતોની ઉપજ વધે અને બજારમાં યોગ્ય ભાવ મળે અને ઉત્પાદન પાકની ખરીદી માટે ઐતિહાસિક નિર્ણય દ્વારા કૃષી બિલમાં સુધારા કરી એક દેશ એક બજારનો અભિગન અપનાવ્યો છે. ત્યારે આવા સંજોગોમાં વિપક્ષ ખેડુતોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરે અને રાજકીય રોટલા સેકવાનું બંધ કરે જેવા આક્ષેપો સાથે વિપક્ષને આડે હાથ લીધા હતી.