ઓલ્ડ ટ્રેફર્ડનો બીજો દિવસ બેન સ્ટોક્સ અને ડોમ સિબલીના નામે રહ્યો, જેણે ઈંગ્લેન્ડને પ્રથમ ઈનિંગમાં મજબૂતી આપી. સ્ટોક્સે શાનદાર બેટિંગ કરતા 356 બોલમાં 176 રન બનાવ્યા, તો સિબલીએ પણ સ્ટોક્સનો સાથ આપ્યો અને કરિયરની બીજી સદી ફટકારતા 120 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી રોસ્ટન ચેસે સૌથી વધુ 5 વિકેટ ઝડપી હતી.

પરંતુ તેણે પ્રથમ ઈનિંગમાં 172 રન આપ્યા હતા. આ સિવાય કેમાર રોચ (58/2) અને કેપ્ટન હોલ્ડર તથા જોસેફને એક-એક સફળતા મળી હતી. મહેમાન ટીમ હાલ 437 રન પાછળ છે, જ્યારે તેની 9 વિકેટ બાકી છે. હોલ્ડરની સેનાએ ઈંગ્લેન્ડ પર મજબૂત પક્કડ બનાવવી છે તો તેના બેટ્સમેનોએ ત્રીજા દિવસે લાંબી ઈનિંગ રમવી પડશે.