સાઉધમ્પ્ટન

શ્રીલંકાને અંતિમ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં ૮૯ રનથી હારનો સામનો કરવો પડ્યો અને ઇંગ્લેન્ડે ત્રણ મેચની શ્રેણીમાં ૩-૦ થી વ્હાઈટવોશ કર્યો. ડેવિડ મલાન (૭૬) અને જોની બેરસ્ટો (૫૧) એ યજમાનો તરફથી ઝડપી અર્ધસદી સદી ફટકારી હતી જ્યારે ૩૧ વર્ષના ડાબા હાથના ઝડપી બોલર ડેવિડ વિલી (૩/૨૭)) તેનો સૌથી સફળ બોલર હતો.

શનિવારે શ્રીલંકાએ ટોસ જીતીને બોલિંગ પસંદ કર્યા બાદ બેરસ્ટોનો ૪૩ બોલમાં ૫૧ અને મલાનની ૪૮ બોલમાં ૭૬ રનની ઇંનિંગના કારણે ૨૦ ઓવરમાં ઇંગ્લેન્ડની ૧૮૦/૬ પર કર્યા હતા. કુસલ પરેરાની આગેવાનીવાળી શ્રીલંકા ૧૮.૫ ઓવરમાં ૯૧ રન બનાવી શકી હતી અને ૮૯ રનથી હાર્યું હતું. આ ટી-૨૦ મેચમાં શ્રીલંકા માટે રનની બાબતમાં ચોથી સૌથી મોટી હાર છે.

શ્રીલંકાની ઇનિંગના બીજા જ બોલ પર ઓપનર દાનુષ્કા ગુનાથિલાકા આઉટ થયો હતો, જ્યારે સુકાની કુસલ પરેરા ૩ રને આઉટ થયો હતો. કુસલ મેન્ડિસ અને દાસુન શનાકાએ અનુક્રમે ૬ અને ૭ રન બનાવ્યા. શ્રીલંકાના સાત બેટ્‌સમેન સિંગલ-અંકના સ્કોર સાથે આઉટ થયા હતા. હવે બંને ટીમો વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી રમશે.