નવી દિલ્હી 

ઇંગ્લેન્ડ એ દક્ષિણ આફ્રીકા એ ત્રીજી અને અંતિમ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ, 9 વિકેટ થી હરાવી સીરીઝ જીતી લીધી છે. આમ ઇંગ્લેંડે 3-0 થી ટી-20 સીરીઝ જીતી લીધી છે. આ જીત સાથે જ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ દ્રારા હાલમાં જ જારી કરાયેલ રેન્કીંગમાં ઇંગ્લેંડ નંબર વન ટીમ બની ચુકી છે. આ પહેલા ઓસ્ટ્રેલીયા ટોપ પર હતી. હવે ઓસ્ટ્રેલીયા નંબર 2 પર આવી ગયુ છે. અને ભારતીય ટીમ 3 નબંર પર પહોંચ્યુ છે.

ભારત પછી રેન્કીંગમાં પાકિસ્તાન ચોથા, દક્ષિણ આફ્રીકા પાંચમાં અને ન્યુઝીલેન્ડ છઠ્ઠા નંબર પર છે. જો ખેલાડીઓની વાત કરવામાં આવે તો બેટ્સમેનોમાં ઇંગ્લેંડનો ડેવિડ મલાન નંબર વન છે. બાબર આઝમ નંબર બ અને ત્રીજા નંબર પર આરોન ફીંચ છે. જ્યારે ચોથા નંબર પર કેએલ રાહુલ છે. વિરાટ કોહલી નવમાં નંબર પર છે, તો રોહિત શર્મા 10 નંબર પર છે.

બોલરોની બાબતમાં આસીસી રેન્કીંગમાં રાશિદ ખાન ટી-20 ક્રિકેટમાં નંબર વન બોલર રહ્યો છે. બીજા નંબર પર મુજીબ ઉર રહેમાન છે. આ બંને બોલરો અફઘાનિસ્તાન ના સ્પિનરો છે. ટી-20 બોલરો ની આઇસીસીની યાદીમાં પ્રથમ 10 ટોચના બોલરોમાં એક પણ ભારતીય બોલર સામેલ નથી. ઓલ રાઉન્ડર ની યાદીમાં પણ પ્રથમ નંબર પર અફઘાનિસ્તાનનો મહંમદ નબી જ્યારે બાંગ્લાદેશનો શાકિલ અલ હસન બીજા નંબર પર છે. ત્રીજા નંબર પર ઓસ્ટ્રેલીયાનો ગ્લેન મેક્સવેલ છે. ઓલરાઉન્ડરની ટોપ ટેન યાદીમાં પણ ભારતીય ઓલરાઉન્ડરો સામેલ થઇ શક્યા નથી.