લંડન-

ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ આગામી મહિને ભારતની ધરતી પર ચાર ટેસ્ટ મેચોની સિરીઝ રમવાની છે. આ ટેસ્ટ સિરીઝનો પ્રારંભ ૫ ફેબ્રુઆરીથી થવાનો છે. ચાર ટેસ્ટ બાદ ઈંગ્લેન્ડની ટીમ યજમાન ભારત સામે પાંચ મેચોની ટી૨૦ સિરીઝ અને ત્રણ મેચોની વનડે સિરીઝ રમવાની છે. ભારતીય ટીમે બે દિવસ પહેલા ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝની પ્રથમ બે મેચ માટે ટીમની જાહેરાત કરી હતી. તો આજે ઈંગ્લેન્ડે પણ પ્રથમ બે ટેસ્ટ માટે ટીમની જાહેરાત કરી દીધી છે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝની પ્રથમ બે મેચ ચેન્નઈમાં રમાવાની છે. ત્યારબાદ ત્રીજી અને ચોથી ટેસ્ટ અમદાવાદમાં બનેલા નવા મોટેરા સ્ટેડિયમમાં રમાશે. જેમાં ત્રીજી ટેસ્ટ મેચ ડે-નાઇટ છે. તો ઈંગ્લેન્ડે ક્રિકેટ બોર્ડે ૧૬ સભ્યોની ટીમ જાહેર કરી છે, તો છ ખેલાડીઓને રિઝર્વ રાખવામાં આવ્યા છે. આ ટીમમાં જાેફ્રા આર્ચર અને બેન સ્ટોક્સની વાપસી થઈ છે.

ઈંગ્લેન્ડની ટીમઃ જાે રૂટ (કેપ્ટન), જાેફ્રા આર્ચર, મોઈન અલી, ડોમ બેસ, સ્ટુઅર્ટ બ્રોડ, જાેસ બટલર, જેમ્સ એન્ડરસન, રોરી બર્ન્સ, ઝેક ક્રાઉલી, બેન ફોકસ, ડેન લોરેન્સ, જેક લીચ, ડોમ સિબલી, બેન સ્ટોક્સ, ઓલી સ્ટોને અને ક્રિસ વોક્સ.