જૂનાગઢ-

ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા 20 સપ્ટેમ્બરના રોજ Bed અને Medમાં અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટેની પ્રવેશ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. યુનિવર્સિટીના કુલ 19 પરીક્ષા કેન્દ્રો પર અંદાજિત 4,300 જેટલા પરીક્ષાર્થીઓ Bed અને Medના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટેની પરીક્ષાઓ આપશે.

આ પ્રવેશ પરીક્ષાને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટી દ્વારા તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. પરીક્ષા દરમિયાન કોરોના સંક્રમણના જે દિશા-નિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે, તેનું ચૂસ્તપણે પાલન કરવામાં આવશે.કોરોના સંક્રમણને ધ્યાને રાખીને પરીક્ષાર્થીઓને ખૂબ જ ઓછું અંતર કાપીને પ્રવાસ કરવો પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. જેને લઇને યુનિવર્સિટીની વિવિધ કોલેજોમાં 19 પરીક્ષા કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે. જેમાં પણ સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઇઝર ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જેની તમામ તૈયારીઓ જે તે પરીક્ષા કેન્દ્રો પર શરૂ કરી દેવામાં આવી છે. 20 સપ્ટેમ્બરના ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા Bed અને Medના અભ્યાસક્રમમાં પ્રવેશપરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. અંદાજિત 19 પરીક્ષા કેન્દ્રોમાં 4,300 જેટલા પરીક્ષાર્થીઓને પરીક્ષા આપવા માટે યુનિવર્સિટી દ્વારા બોલાવામાં આવ્યા છે.