અમદાવાદ, ગુજરાતમાં કોરોનાના નવા સ્ટ્રેનની એન્ટ્રી થઈ ગઈ છે. યુકેની ગુજરાતમાં આવેલી છેલ્લી ફ્લાઈટમાં અનેક મુસાફરો આવ્યા હતા. જેમના દ્વારા ગુજરાતમાં કોરોનાના નવા સ્ટ્રેનની એન્ટ્રી થઈ છે. ત્યારે હવે ૪ દર્દીઓ સાથે અમદાવાદમાં કોરોના યુકે સ્ટ્રેનની એન્ટ્રી થઈ છે. યુકેથી આવેલા મુસાફરના રિપોર્ટમાં નવો સ્ટ્રેન જાેવા મળ્યો છે. પૂણે ખાતે બ્રિટનથી આવેલા મુસાફરના સેમ્પલ પૂણેની લેબમાં મોકલવામાં આવ્યા હતા. યુકેથી અમદાવાદ આવેલી છેલ્લી ફલાઈટમાં આવેલા ૪ મુસાફરો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તમામ ૪ દર્દીઓને અલગથી એસવીપી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.  

યુકેથી આવેલી ફ્લાઈટના મુસાફરોમાંથી ચારને નવા સ્ટ્રેનની અસર જાેવા મળી છે. યૂકે અને યૂરોપથી ગુજરાત આવેલા મુસાફરોમાંથી ૧૧નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જેમના રિપોર્ટને આગળ ચકાસણી માટે પૂણે અને ગાંધીનગરની લેબમાં મોકલાયા હતા, જેમાંથી ચાર લોકોને નવા સ્ટ્રેનના કારણે કોરોના થયો હોવાની પુષ્ટિ થઈ છે.

આ અંગે આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, યુકેમાંથી જે નવી સ્ટ્રેન છે, તેની ચકાસણી માટે જે અમદાવાદમાં આવ્યા હતા તમામનું સ્ક્રીનિંગ કરાયું હતું. એનઆઈવી પૂણેમાં આ સેમ્પલ મોકલ્યા હતા. ૪ મુસાફરો, જે યુકેથી આવ્યા હતા તેમનામાં યુકે સ્ટ્રેન મળ્યા છે. તમામને એસવીપી કોવિડ હોસ્પિટલમાં તમામ તકેદારી સાથે રાખ્યા છે. ૧૫ સેમ્પલ હજુ પેન્ડિંગ છે, જે એનઆઈવી પુણેથી આવવાના બાકી છે. ૫ થી ૬ દિવસ ટેસ્ટિંગમાં લાગતા હોય છે. આ મુસાફરોની સાથે જે લોકો આવ્યા હતા, આ મુસાફરોની ૩ રો આગળ અને પાછળના તમામ લોકો આઇસોલેશનમાં છે, આપણી ટીમ તપાસ કરી રહી છે.