લંડન

એવરટને ૧૯૯૯ થી એનફિલ્ડ ખાતેની પ્રથમ મેચ જીતી હતી. જ્યારે લિવરપૂલે સતત ચોથી મેચ પોતાના હોમ ગ્રાઉન્ડ પર ગુમાવી હતી. જે તેમની ઇંગ્લિશ પ્રીમિયર લીગ (ઇપીએલ) ફૂટબોલ ટૂર્નામેન્ટમાં ૧૯૨૩ પછીનું તેનું ખરાબ પ્રદર્શન હતું. ગત વર્ષે લિવરપૂલે ૩૦ વર્ષ પછી ઇપીએલ ટાઇટલ જીત્યું હતું પરંતુ તે તેને સરળતાથી હારી ગુમાવી રહ્યું છે. એનફિલ્ડ એ લિવરપૂલનું ઘરનું મેદાન છે અને અહીં તે અજેય માનવામાં આવે છે. એવરટન પાછલા ૨૨ વર્ષથી અહીં જીત મેળવી શક્યું ન હતું. પરંતુ શનિવારે તેઓ રિચાર્લિસન અને જિલ્ફી સિગુર્ડેસનના ગોલથી ૨-૦થી જીતવામાં સફળ રહ્યા હતા. આ જીત સાથે એવરટનના પણ લિવરપૂલ જેવા પોઇન્ટ્‌સ સમાન છે, જોકે તેઓ એક મેચ ઓછા રમ્યા છે. લિવરપૂલ હાલમાં છઠ્ઠા સ્થાને છે અને તે ટોચના ક્રમાંકિત માન્ચેસ્ટર સિટીથી ૧૬ પોઇન્ટ પાછળ છે. ચેલ્સિએ બીજી મેચમાં સાઉધમ્પ્ટન સાથે ૧-૧ની ડ્રોમાં પોઇન્ટ મેળવ્યા હતા. બર્નલી અને વેસ્ટ બ્રામ ગોલરહિત મેચ રહી જ્યારે ફુલ્હેમે શેફિલ્ડ યુનાઇટેડને ૧-૦થી હરાવ્યું.