લંડન

ઇંગ્લિશ પ્રીમિયર લીગ (ઇપીએલ) ક્લબ માન્ચેસ્ટર યુનાઇટેડના સ્ટ્રાઈકર એડિસન કવાનીના પિતા લુઇસ કવાનીએ કહ્યું છે કે તેનો પુત્ર હાલના ક્લબમાં ખુશ લાગતો નથી અને તે ક્લબ છોડવા માંગે છે. ગોલ ડોટ કોમના અહેવાલ મુજબ ૩૪ વર્ષીય કવાનીએ એક વર્ષના કરાર પર ગયા વર્ષે ઓક્ટોબરમાં માન્ચેસ્ટર યુનાઇટેડમાં જોડાવા માટે પેરિસ સેન્ટ જર્મન (પીએસજી) છોડ્યું હતું. તેણે આ સિઝનમાં ૨૫ મેચોમાં સાત ગોલ કર્યા છે.

લુઇસે ટીવાયસી સ્પોર્ટસ નેટવર્કને કહ્યું, મારો પુત્ર ઇંગ્લેન્ડમાં ખુશ નથી અને તે તેના પરિવારમાં પાછો ફરવા માંગે છે. તે દક્ષિણ અમેરિકામાં રમવા માંગે છે. તે તે ટીમ માટે રમવા માંગે છે જે ટાઇટલ માટે લડવાની ઇચ્છા ધરાવે છે. તેણે તેની સાથે વાતચીત કરી છે. બાર્સિલોનાના પ્રમુખ જુઆન રોમન અને બાર્સિલોના તરફથી રમવા માંગે છે.

એડિસન દક્ષિણ અમેરિકા જશે તેવી ૬૦ ટકા સંભાવના છે. જો કે કવાણીએ મંગળવારે રાત્રે તેના ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કર્યો હતો. જેમાં તેણે લખ્યું હતું કેપ્શનમાં આ જર્સી પહેરવી મારા માટે ગર્વની વાત છે".