વડોદરા : વડોદરા મહાનગર પાલિકાની સ્થાયી સમિતિમાં રજુ કરાયેલા ઉત્તર ઝોનના અંદાજે રૂપિયા ૨.૫૩ કરોડના કોરોના કાળ દરમ્યાન આચરવામાં આવેલ પતરા કૌભાંડમાં અન્ય ઝોનના બિલના આધારે ઉલટા ચશ્માં પહેરાવવાનો ખેલ ખેલાયો છે. આ મામલે અડધા કરોડનો તોડ કરનાર હોદ્દેદાર દ્વારા યેનકેન પ્રકારેણ પતરા કૌભાંડનું બિલ મંજુર કરાવવાને માટે ધમપછાડા શરુ કરી દેવાયા છે.જેના ભાગરૂપે અન્ય ઝોનના પતરાના બિલોમાં જે પ્રમાણે રકમ ચુકવવામાં આવી છે.એ પ્રમાણે રકમ ચુકાવવાને માટે ગાડી ઉલટા પાટે ચઢાવીને કૌભાંડને મંજૂરીની મહોર મરાવવાનો પ્રયાસ થયો છે. પાલિકાના પૂર્વ ઝોન દ્વારા પતરા મારવાના કામે રૂ.૩૨.૫૦ લાખ,દક્ષિણમાં રૂ.૧૫.૫૦ લાખ અને પશ્ચિમ ઝોનમાં રૂ.૧૩.૫૦ લાખ ચુકવવામાં આવ્યા છે.જયારે ઉત્તર ઝોનમાં આ બિલની રકમ રૂ.૨.૫૩ કરોડ જેટલી છે.જેમાં રૂ.૫૦ લાખનો એટલેકે અડધા કરોડનો તોડ કરીને ભાજપના જ એક હોદ્દેદારે સ્થાયીમા બિલને મંજૂરી અપાવવાનો સોદો નક્કી કર્યો હતો.પરંતુ સાત માસ જુના આ બિલને હાલમાં તો સ્થાયીમા મુલતવી રાખવામાં આવ્યું છે.પરંતુ આ કારસો કામ ચલાઉ રીતે મુલતવી રાખવામાં આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.તેમજ એને અન્ય ઝોનમાં થયેલી ચુકવણી પ્રમાણે રકમ ચૂકવવાના ખેલાયેલા નાટકની સ્ક્રીપટ તૈયાર કરી દેવામાં આવી છે.જેથી પડદા પાછળ નવું નાટક ઉભું કરીને ઇજારદારને ફાયદો થાય એવી રીતે ચુકવણું કરવાને માટેનો તખ્તો ઘડાયો છે.ત્યારે એવી ચર્ચાઓ ઉઠવા પામી છે કે જે ઇજારદારોને પતરા મારવાના બિલનું પૂર્વ,દક્ષિણ અને પશ્ચિમ ઝોનમાં ચુકવણું કરવામાં આવ્યું છે.તેઓ પાસેથી પણ વધારાની જે ચુકવણી કરાઈ છે,.એની વસુલાત કરવામાં આવે.તેમજ આવી રીતે કટોકટી કાળનો ફાયદો ઉઠાવીને ઉઘાડી લૂંટ ચલાવનાર ઇજારદારોને કાયમી ધોરણે પાલિકા દ્વારા બ્લેક લિસ્ટ કરવામાં આવે એવી માગ ઉઠવા પામી છે. આ ઉપરાંત જે અધિકારીઓએ પણ આવા ઉંચા ભાવના બીલો મંજુર કર્યા છે.તેઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવે એવી માગ ઉઠી છે.

જી-૪૦ કૌભાંડની માફક વિજિલન્સ તપાસ થાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જાશે

વડોદરા મહાનગર પાલિકામાં ચર્ચાસ્પદ બનેલા ઉત્તર ઝોનના કાર્યપાલક ઈજનેર દ્વારા મુકવામાં આવેલા રૂ.૨.૫૩ કરોડના પતરાના બિલના ચુકાવનાને માટે સ્થાયીમા જે દરખાસ્ત લાવવામાં આવી હતી એમાં એક હોદ્દેદાર દ્વારા આ બિલ મંજુર કરાવવાને માટે ઇજારદાર સાથે રૂ.૫૦ લાખમાં સોદો કરવામાં આવ્યો છે. જે વાત જાહેર થઇ જતા આ સુવ્યવસ્થિત રીતે ગોઠવાયેલા કારસાનું કામ હાલ પૂરતું કામચલાઉ રીતે મુલતવી રાખવામાં આવ્યું છે.પરંતુ આ સમગ્ર કામમાં ભૂતકાળમાં વર્ષ ૨૦૦૪માં પૂર વખતે સર્જાયેલા જી-૪૦ કૌભાંડમાં રાજ્ય સરકાર દ્વારા વિજિલન્સની તપાસ આપવામાં આવી હતી.એવી રીતે આ કામમાં પણ આવી તપાસની માગ કરાઈ છે. જાે એમ કરવામાં આવશે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જાશે એમ ચર્ચાય છે.

પતરાં કૌભાંડમાં ચૂકવાયેલા બિલોમાં રિકવરી કરવા પણ માગ ઊઠી

વર્ષ ૨૦૦૪માં જે તે વખતે સમગ્ર કૌભાંડમાં જે રીતે રિકવરી કરવામાં આવી હતી.એવી રીતે પાલિકાના જે જે ઝોન દ્વારા પતરાના બીલોની ઇજારદારોને ચુકવણી કરી દેવામાં આવી છે.એ તમામમાં પણ આવી રીતે રિકવરી કરવાની માગ ઉઠી છે. આ ઉપરાંત બેરિકેટને માટે પતરા મારવાને લઈને ઇજારદારો દ્વારા જે કઈ કામગીરી કરવામાં આવી હતી.એ તમામ કામગીરીના બિલોમાં માર્કેટ દર પ્રમાણે પૃથક્કરણ કરીને ચુકવણું કરવું જાેઈએ એવી માગ ઉઠી છે.તેમજ જે વધારાનું ચુકવણું કરવામાં આવ્યું છે.એની રિકવરી કરવાની માગ પણ ઉઠવા પામી છે.