હિંમતનગર,તા.૧૯ 

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાની પ્રથમ કહી શકાય તેવી અસ્થિ બેંકની સ્થાપના હિંમતનગર શામળાજી નેશનલ હાઇવે ઉપર ૨૮ કિલોમીટર દૂર આવેલ રાયગઢ ગામમાં કરવામાં આવી છે. સ્વજનોના અસ્થિ વિસર્જન માટે ન જઇ શકતા લોકો માટે આ અસ્થિબેંક આર્શીવાદરૂપ સાબિત થઇ શકશે.હિંમતનગર તાલુકાના રાયગઢ ગામના યુવાનોએ ગામના વડીલોની પ્રેરણાથી ગામમાં એક અસ્થિ બેંક સ્થાપવાનું પુણ્યનું કામ કર્યું છે. અષાઢ વદ તેરસ અને પ્રદોષના દિવસથી ગામની ગ્રામપંચાયત કચેરીના મેડા ઉપર માંડવી ચોક રાયગઢ તાલુકો હિંમતનગરમાં આ બેંકનો શુભારંભ કરવામાં આવ્યો હતો. અસ્થિ બેંકના પ્રારંભે આયોજકોએ સ્વજનોના ધામગમન બાદ તેમના મોક્ષ માટે અસ્થિઓના વિસર્જન માટે ચિંતા કર્યા વગર જેમનું ધામગમન થયું હોય તેમના અસ્થિ જેને ફુલ કહેવાય છે તે તેમને પહેાંચતા કરવાથી તેમનું કાર્ય અમારૂ કાર્ય સમજી પવિત્ર સ્થળે અસ્થિ વિસર્જન કરવામાં આવશે.