લંડન

વિલેરિયલે ડાયનામો ઝગ્રેબને ૨-૧થી હરાવી બે રાઉન્ડ પછી તેની એકંદર લીડ ૩-૧ થી મેળવી લીધી. વિલેરિયલ માટે પેહલો ગોલ અલ્કાસર એ ૩૬ મી મિનિટે કર્યો હતો. જયારે બીજો ગોલ મોરેનોએ ૪૩ મી મિનિટે કર્યો હતો જયારે યુનાઇટેડે સ્પેનની ગ્રેનાડાને ૨-૦થી હરાવીને એકંદરે ૪-૦ની લીડ સાથે અંતિમ ચારમાં પ્રવેશ મેળવ્યો.

રોમા અને એજેક્સ ૧-૧થી બરાબરી પર હતા પરંતુ રોમાએ પ્રથમ રાઉન્ડની મેચ ૨-૧થી જીતીને ૩-૨ ની લીડ મેળવી હતી અને સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. રોમા તરફથી પેહલો ગોલ ૭૨ મી મિનિટે ડેકોએ કર્યો હતો. સેમિ ફાઇનલમાં આર્સેનલ વિલેરિયલનો સામનો કરશે. બીજી સેમિ ફાઇનલ મેચ માન્ચેસ્ટર યુનાઇટેડ અને રોમાની વચ્ચે હશે.