વડોદરા શહેરની વિશ્વામિત્રી નદીમાં સપાટી ૨૪ ફૂટને વટાવતા નદીના પટમાં આવેલ નિચાણવાળા વિસ્તારોમાંથી રાત્રે સાડા આઠ વાગ્યા પછીથી સ્થળાંતરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.જેમાં અકોટા,સયાજીગંજ,સમા, કારેલીબાગ,નાગરવાડા,મુજમહુડા,કલાલી,વડસર,રાજીવનગર સહિતના વિશ્વામિત્રીના લોલાઇનના તમામ વિસ્તારોનો સમાવેશ થાય છે. આ પાણીની વધતી સપાટીની સૌથી વધુ અસર શહેરના પશ્ચિમ અને ઉત્તર વિસ્તારમાં લો લાઈનના ભાગોમાં જોવા મળી રહી છે. જ્યાથી સ્થળાંતરિત કરાયેલ પરિવારોના નાગરિકોને નજીકની શાળાઓમાં આશ્રય આપવામાં આવ્યો છે. તેમજ તેઓના માટે આક્ષયપાત્ર દ્વારા ભોજનની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.