કોરોના માહામારીને સામે ઓડ નગરપાલિકાએ બાથ ભીડતાં આખા નગરને સેનિટાઇઝ કરવાનું ભગીરથ કાર્ય કર્યું હતું. લોકોની સુખાકારી માટે પાલિકા મેદાનમાં ઊતરી હતી. આશરે ૮૦૦૦ લિટર સેનિટાઇઝર છાંટીને આખા નગરને ડિસઇન્ફેક્ટ કરવામાં આવ્યું છે. દરેક દુકાનદારે પણ બંધ રાખીને ઓડ પાલિકાની આ જાહેર સ્વાસ્થ્યની આ કામગીરીમાં યોગદાન આપ્યું હતું.