રાજપીપળા/અંકલેશ્વર : ગુજરાતની સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓ બીટીપી અને એઆઇએમઆઇએમ એકસાથે ગઠબંધન કરી ચૂંટણી લડશે એવી છોટુભાઈ વસાવાએ જાહેરાત કરતા રાજકીય મોરચે ચર્ચાનો વિષય બન્યો છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પેહલા એઆઇએમઆઇએમના નેતા અને મહારાષ્ટ્રના ઔરંગાબાદના સાંસદ ઈમ્તિયાઝ જલીલ અને AIMIM ના રાષ્ટ્રીય પ્રવક્તા વારિસ પઠાણે ચૂંટણી સંદર્ભે બીટીપીના ધારાસભ્ય છોટુભાઈ વસાવા અને મહેશ વસાવા સાથે એમના નિવાસ્થાને ઔપચારિક મુલાકાત કરી રણનીતિ મુદ્દે ચર્ચાઓ કરી હતી. 

આ મુલાકાત દરમિયાન બીટીપીના ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે દેશ ભલે આઝાદ થયો પણ અનુસુચિત જાતી, જનજાતિ અને મુસ્લિમોને આઝાદી મળી જ નથી. અમે અગાઉ કોંગ્રેસ અને બીજેપી સાથે ગઠબંધન કર્યું પણ આદિવાસી સમાજનું કોઈ ભલું થયું જ નહિ. એઆઇએમઆઇએમના અસદુદ્દીન ઓવૈશી દેશમાં બંધારણ માટે લડે છે એટલે જ અમે એમની સાથે ગઠબંધન કર્યું છે.ભાજપ સરકારે આદિવાસીઓના હક, અધિકારો નથી આપ્યા.ઈકો સેન્સિટિવ ઝોન કાયદો બનાવી નર્મદા જિલ્લાના ૧૨૧ ગામોના આદિવાસીઓની જમીન પણ છીનવી લેશે, સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેકટમાં પણ ૧૭ ગામોની જમીન સરકારે છીનવી લીધી.ભાજપ સરકાર આદિવાસીઓને આતંકવાદી અને નક્સલવાદી બનાવી દે છે, ભાજપ-કોંગ્રેસ મુક્ત ગુજરાત એ અમારા ગઠબંધનનો નારો છે. અમે એઆઇએમઆઇએમના નેતાઓ સાથે બેઠકોની વહેચણી મુદ્દે ચર્ચાઓ કરીશું, આવનારી વિધાનસભા ચૂંટણીમાં પણ ગઠબંધન કરી ચૂંટણી લડશે. જ્યારે એઆઇએમઆઇએમના નેતા અને મહારાષ્ટ્રના ઔરંગાબાદના સાંસદ ઈમ્તિયાઝ જલીલે જણાવ્યું હતું કે ગુજરાતના યુવાનો અવાર નવાર હૈદરાબાદ આવીને અસદુદ્દીન ઓવૈશીને કેહતા હતા કે ગુજરાતમાં એઆઇએમઆઇએમએ આવવું જાેઈએ, હવે એ યુવાનોની ઈચ્છા પૂર્ણ થશે.છોટુભાઈ વસાવા અને અસદુદ્દીન ઓવૈશીએ રાજનીતિ ઓછી પણ સેવા વધારે કરે છે અને હમેશા સંવિધાનની વાત કરે છે એટલે આ ગઠબંધન થયું છે.ગુજરાતની રાજનીતિમાં પેહલા ફક્ત કોંગ્રેસ-ભાજપ એમ ૨ જ ખેલાડી હતા એટલે લોકો કમને પણ બન્નેવ માંથી એક પાર્ટીને મત આપતા હતા, પણ હવે ગઠબંધન નવા વિકલ્પના રૂપમાં આવ્યું છે.અમારું તાકતવર જાેડાણ હશે લોકોના પ્રશ્ન હલ કરવા અમારી પ્રાથમિકતા રહેશે.અમારી પાર્ટીના આવવાથી કોને ફાયદો થશે કે કોને નુકશાન જશે એની સાથે અમારે કોઈ લેવા દેવા નથી.અમે તો અમારા ફાયદા માટે ગુજરાત આવ્યા છે. ઈમ્તિયાઝ જલીલે વધુમાં જણાવ્યું હતું કે અમે ગુજરાતમાં અસદુદ્દીન ઓવૈશીના ચાહવાવાળા ઘણા લોકો છે, એવા લોકો જાેશથી કામ કરે છે એટલે એવા લોકોનો જાેશ અને છોટુભાઈ વસાવા-મહેશભાઈ વસાવાનો હોશ મળી જશે એટલે અમે ગુજરાતમાં તેહેલકો મચાવીશું.કોંગ્રેસ-ભાજપ માંથી નારાજ લોકોને ટીકીટ આપશો એ પ્રશ્નના જવાબમાં એમણે જણાવ્યું કે અમારા દરવાજા દરેક લોકો માટે ખુલ્લા છે.અમે છોટુભાઈ વસાવા-મહેશભાઈ વસાવાને હૈદરાબાદ આવવા આમંત્રણ આપવા આવ્યા છે, તેઓ હૈદરાબાદ આવે અને અસદુદ્દીન ઓવૈશીના કાર્યોને જાતે જાેવે, હૈદરાબાદમાં અસદુદ્દીન ઓવૈશી સાથે બેઠક બાદ આગળની રણનીતિ અને ચૂંટણી ઢંઢેરા બાબતે જાહેરાત કરાશે.

ઓવૈસીની પાર્ટીના સાંસદ-ધારાસભ્યનું એરપોર્ટ પર સ્વાગત

વડોદરા : હૈદરાબાદના અસુદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઇએમઆઇએમના મહારાષ્ટ્રના સાંસદ અને ધારાસભ્ય ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવતા બીટીપીના કાર્યકર્તાઓ દ્વારા વડોદરા હવાઈ મથકે તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રના સાંસદ ઈમ્તિયાઝ ઝલીલે અને પૂર્વ ધારાસભ્ય વારિસ પઠાણ બીટીપી અને એઆઇએમઆઇએમના ગઠબંધનને લઈને ચર્ચા વિચારણાઓ કરવાને માટે આવ્યા છે. તેઓનું બીટીપીના અગ્રણી છોટુ વસાવાના ભરૂચ જિલ્લા સ્થિત માલજીપુરા ગામે જતી વખતે વડોદરા ઉપરાંત ભરૂચ જિલ્લામાં ઝાડેશ્વર, રાજપીપલા ચોકડી સહીત અનેક સ્થાનો પર બીટીપીના કાર્યકરો દ્વારા ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ નેતાઓએ ગુજરાતમાં યોજાનાર આગામી મહાનગર પાલિકા અને નગર પાલિકા ઉપરાંત જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીઓને લઈને છોટુ વસાવાના નિવાસ સ્થાને ચર્ચા વિચારણાઓ કરી હતી.