દિલ્હી-

સંસદના ચોમાસુ સત્રમાં પ્રશ્નકાળની બાદબાકીથી વિપક્ષો ભારે નારાજ છે તે વચ્ચે લોકસભા સચિવાલયે સ્પષ્ટતા કરી છે કે અતારાંકિત પ્રશ્નોના જવાબ આપવાની કાર્યવાહી તો ચાલુ જ રહેવાની છે. સંસદના ચોમાસુ સત્રમાં પ્રશ્નકાળ હટાવવાની બાબતને લઈને આજે લોકસભા સચિવાલય તરફથી એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. લોકસભા તરફથી કહેવાયું છે કે કોરોના મહામારીના કારણે પેદા થયેલી અસાધારણ પરિસ્થિતિઓના કારણે અસ્થાયી રુપથી પ્રશ્નકાળને હટાવવામાં આવ્યો છે.

પ્રશ્નકાળ હટાવવાની બાબતને લઈને સરકારની સવાલો અને વિવાદોથી બચવાની કોશિશને લઈને આજે આ સ્પષ્ટતા કરવામાં આવી છે, જેમાં સરકારે કહ્યુ છે કે, પ્રતિ દિવસ 160 અતારાંકિત પ્રશ્નોના જવાબ આપશે, આ પ્રશ્નો પર પુરક પ્રશ્ન પૂછવાની તક મળતી નથી. એવામાં સરકાર એક સપ્તાહમાં 1120 સવાલનો જવાબ આપશે. લોકસભા સચિવાલયના નિવેદનમાં કહેવાયું છે કે,ગૃહની ગેલેરીઓમાં પ્રશ્નકાળમાં મોટી સંખ્યામાં અધિકારીઓ હોય છે, એવામાં સોશ્યલ ડિસ્ટેંસિંગનું પાલન કરવું મુશ્કેલ થઈ જાય. એક-બે દિવસનો પ્રશ્નકાળ હોવો અને 18 દિવસનો પ્રશ્નકાળ હોવો – આ બંને અલગ વાત છે. આ ફેરફાર ફક્ત ચોમાસુ સત્ર પુરતો જ છે, શિયાળું સત્ર માટે પ્રશ્નકાળ પહેલા જેવો જ રહેશ.