અયોધ્યા-

અયોધ્યામાં રામ મંદિર માટે ભૂમિપૂજન કાર્યક્રમ શરૂ થઈ ગયો છે. આજે રામાર્ચા પૂજા થઈ રહી છે. આ ઉપરાંત સુરક્ષા માટે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ડ્રોન દ્વારા સરયુ ઘાટ પર નજર રાખવામાં આવી રહી છે. આ ભૂમિપૂજનમાં કોરોના પણ એક મોટો મુદ્દો છે. તેથી અહીં આવતા બધા લોકોનો પહેલા કોરોના કરવામાં આવી રહ્યો છે. જેમાં આરએસએસના વડા મોહન ભાગવતે કોરોનાનો ટેસ્ટ કરાવી પણ લીધો છે.

અયોધ્યાના રામ મંદિર ભૂમિપૂજનમાં હાજરી આપનાર તમામ મુખ્ય મહેમાનોના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. કોરોનાના સંક્રમણને રોકવા માટે આ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જણાવી દઈએ કે આરએસએસના વડા મોહન ભાગવત અને કૃષ્ણ ગોપાલ, ભૈયાજી જોશી, દત્તાત્રેય હોસબોલે, ક્ષેત્ર પ્રચારક અનિલએ લખનઉમાં આજે ​કોરોના ટેસ્ટ કરાવ્યો છે. આ બધા જ રાત્રિ સુધીમાં અયોધ્યા પહોંચી જશે. ઉત્તર પ્રદેશના બંને નાયબ મુખ્ય પ્રધાન કેશવપ્રસાદ મૌર્ય અને દિનેશ શર્મા પણ કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ અયોધ્યા જશે. 

રામ મંદિરના ભૂમિપૂજન માટેની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. આજે અહીં અયોધ્યામાં રામર્ચા પૂજન, હનુમાન પૂજન અને સાંજે સરયુ ઘાટ ખાતે આરતી થશે. આ પૂજા લગભગ 5 કલાક ચાલશે. કુલ 6 પુજારીઓ તેમાં જોડાઇ રહ્યા છે. ભૂમિપૂજન માટેની તૈયારીઓ જોર જોરથી ચાલી રહી છે. 

આવતીકાલે યોજાનારા ભૂમિપૂજન પહેલા અયોધ્યામાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વિવિધ સ્થળોએ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આવતીકાલે પીએમ મોદી સવારે 11:30 વાગ્યે અયોધ્યા પહોંચશે.