વડોદરા, તા.૨૧ 

વડોદરા સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહેલા એક જ કોમના બે કેદીઓ વચ્ચે પાણીના માટલા પાસે હાથ ધોવાના મામલે જેલમાં મારા-મારીનો બનાવ બનવા પામ્યો હતો. ઇજા પામેલ કેદીને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. ત્યાર મારામારીના બનાવની ફરિયાદ રાવપુરા પોલીસ મથકે નોંધાઇ હતી.

હોસ્પિટલ તથા પોલીસ વર્તુળમાંથી બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, વડોદરા સેન્ટ્રલ જેલમાં પાણીગેટ જી.ઇ.બી. ઓફિસ પાછળ ચંબુસાબાવાના ટેકરા વિસ્તારમાં રહેતો મોહમદ હુસેન ઉસ્માન હુસેન મન્સુરી ઉ.૪૪ એન.ડી.પી.એસ.ના ગુનામાં કાચા કામના કેદી તરીકે યાર્ડ નં.૭ બેરેક નં.૩માં સજાના ભાગરૂપે રાખવામાં આવ્યો છે તેની સાથે સુરતના બે આરોપી કેદી નિશાર અહેમદ મકસુદ શેખ તથા હૈદરઅલી ઉર્ફે ટલ્લી મહંમદ હનિફ ગુલામ હુસેન શેખને પણ રાખવામાં આવ્યા હતાં. ગઇકાલ રાત્રીના સાડા અગિયાર વાગ્યાની આસપાસ નિશારઅલી શેખ કેદી મોહમંદ હુસેન મન્સુરીના માટલા પાસે પાણીવડે હાથ ધોતો હતો જેથી મોહમંદ હુસેને નિશાર અલી શેખને હાથ ધોવા મામલે બંને કેદીઓ વચ્ચે ચકમકઝરી થતા તે ઉગ્ર બનતાં ગાળા- ગાળી સાથે છુટા હાથની મારા-મારી થઇ હતી.

જેમાં નિશાર અહેમદ શેખ તથા હૈદરઅલી ઉર્ફે ટલ્લી મહંમદ શેખે કેદી મોહમંદ હુસેન મન્સુરીને ગ્લાસ વડે ફટકાર્યો હતો. મારા-મારીમાં ઇજા પામેલા કેદીને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. તદ ઉપરાંત રાવપુરા પોલીસ મથકે

ગુનો નોંધાયો હતો.