દિલ્લી,

કોરોના વાયરસને કારણે સર્જાયેલી સ્થિતીને કારણે સરકારની સાથે જ સામાન્ય લોકો પણ ભારે પરેશાન છે. આનું મુખ્ય કારણ એ છે કે આવી કટોકટી પહેલાં ક્યારેય નહોતી જાવા મળી. અગાઉની તમામ કટોકટી રોકાણકારોના સેન્ટમેન્ટ બગડવાને કારણે થઈ હતી. તે તમામ કટોકટીના કારણો પણ મળી ગયા હતા, પરંતુ હવે એક નવી સમસ્યાએ જન્મ લીધો છે. વર્તમાન કટોકટીને કારણે, નાણાકીય વર્ષ 2020-21માં વિશ્વભરના દેશોની GCPનો ગ્રોથ ઘટશે તે નક્કી માનવામાં આવે છે. આ સમય દરમિયાન લોકોની આવક પણ ઘટવાની ધારણા છે.

નાણાકીય વર્ષ 2021 માં ભારતનો GDP વૃદ્ધિદર 6.8% ઘટે તેવી સંભાવના જોવાઈ રહી છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા  ઇકોરાપ રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. જાકે, રિપોર્ટમાં એવી અપેક્ષા રાખવામાં આવી છે કે અનુકૂળ બેઝ ઇફેક્ટને કારણે નાણાકીય વર્ષ 2022માં ભારતીય અર્થવ્યવસ્થામાં રિકવરી વી  શેપમાં હશે. રિપોર્ટ અનુસાર  આ બેઝ ઇફેક્ટ અસરકારક સાબિત નહીં થાય તો ભારતીય અર્થવ્યવસ્થામાં રિકવરીમાં ચાર વર્ષનો સમય લાગી શકે છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રિકવરી માટે ભારતની રાજકોષિય નીતિના પ્રતિસાદને વધુ આક્રમક બનવો પડશે. એશિયન નાણાકીય કટોકટી અને યુરો ઝોન કટોકટી સમયે અન્ય દેશો દ્વારા કરવામાં આવેલી ભૂલોનું પુનરાવર્તન ભારતે ન કરવું જાઈએ. નાણાકીય વર્ષ 2022માં ભારતની સોવરિન રેટિંગ પણ નીતિગત પ્રતિસાદના આધારે નક્કી કરવામાં આવશે.