અરવલ્લી : સરકાર કોરોનાના દર્દીઓને મફત સારવાર આપવાના દાવાઓ વચ્ચે અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં કોરોનાગ્રસ્ત દર્દીઓએ બહારથી દવાઓ ખરીદી કરવી પડી રહી છે અરવલ્લી જિલ્લામાં કોરોનાનો કહેર વધી રહ્યો છે જીલ્લામાં સીવીલ હોસ્પિટલના અભાવે કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે ટ્રસ્ટ સંચાલીત મોડાસા સાર્વજનિક હોસ્પિટલ અને વાત્રક જનરલ હોસ્પિટલ ખાતે કોવીડ હોસ્પિટલ કાર્યરત કરી હસ્તગત કરી હતી ત્યારબાદ કોરોનાનું સંક્રમણ ઘટતા બંને કોવીડ હોસ્પિટલ ટ્રસ્ટને સંચાલિત કરવાનો આદેશ કરતા હાલ બંને કોવીડ હોસ્પિટલનું સંચાલન ટ્રસ્ટ દ્વારા થઇ રહ્યું છે ત્યારે બંને હોસ્પિટલમાં ૧.૭૫ કરોડ જેટલો ખર્ચ થતા તેની ગ્રાન્ટ ચુકવવામાં વિલંબ કરતા બંને હોસ્પિટલમાં જ હાલ ગ્રાન્ટ રૂપી ઓક્સીજનની જરૂર લાગી રહી છે મોડાસા કોંગ્રેસના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરને કોરોના હોસ્પિટલમાં ગ્રાંટો ની ફાળવણી અને બાકી રહેલા નાણાં ચુકવવામાં થતી ઢીલાશ મામલે રજુઆત મળતા તેમને પણ તંત્રને આ બાબતે કાર્યવાહી કરવા રજુઆત કરી છે 

મોડાસા અને વાત્રક કોવીડ હોસ્પિટલમાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા તબીબો અને આરોગ્ય કર્મચારીઓ માટે એન-૯૫ માસ્ક કે પીપીઈ કીટ પણ સરકાર દ્વારા પુરી ન પડતા ટ્રસ્ટીઓની હાલત કફોડી બની છે કોવીડ હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા દર્દીઓને બહારથી મોંઘીદાટ દવાઓ ખરીદવાની નોબત આવી છે મોડાસા કોવીડ હોસ્પિટલની ૧ કરોડ અને વાત્રક કોવીડ હોસ્પિટલની ૭૫ લાખ રૂપિયા ગ્રાન્ટ ચુકવવામાં આરોગ્ય તંત્ર ઠાગાઠૈયા કરતુ હોવાનું ટ્રસ્ટીઓ અહેસાસ અનુભવી રહ્યા છે અરવલ્લી જિલ્લામાં કોરોના મહામારીએ દિવાળી બાદ વેગ પકડ્યો છે ત્યારે કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે તેવા સંજોગોમાં જિલ્લાની મોડાસા અને બાયડની સરકારી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓનો ભરાવો થઇ રહ્યો છે.મોટા ભાગે તંત્ર હવે દર્દીઓને પોતાના ઘરે કોરન્ટાઇન થવા માટે જણાવે છે અને વધુ તકલીફ હોય તો જ હોસ્પિટલમાં સારવાર આપતા હોય છે.