દિલ્હ-

દેશના 8.5 લાખ બેન્ક કર્મચારીઓ માટે કોરોનાકાળ વચ્ચે પણ નવી ચિંતાના સમાચાર છે. બેન્કના કર્મચારીઓના મે-જૂન-જુલાઈના ત્રણ માસના મોંઘવારી ભથ્થામાં 7%નો ઘટાડો થયો છે જેના કારણે રાષ્ટ્રીયકૃત બેન્કના કર્મચારીઓના પગારમાં રૂા.150 થી રૂા.2500નો ઘટાડો થશે. લાંબા સમય પછી પ્રથમ વખત બેન્કોના કર્મચારીઓના ડીએ ઘટયા છે. હાલમાં જ ફુગાવો ઘટતા તેની અસર બેન્કના કર્મચારીઓના પગાર પર પડે છે. ઈન્ડીયન બેન્ક એસોસીએશનના ઓલ ઈન્ડીયા એવરેજ ક્ધઝયુમર્સ પ્રાઈઝ ઈન્ડેકસ ના આંકડા થયા બાદ આ ડીએ ઘટાડો જાહેર થયો છે. અગાઉ ફેબ્રુઆરી-માર્ચ-એપ્રીલમાં બેન્ક કર્મચારીઓનું ડીએ 374 સ્લેબ હતું તે સાત સ્લેબ ઘટીને 367 થયું છે. બેન્ક કર્મચારીઓને તેના બેઝીક પગારના 25.69% ડીએ મળે છે. ગતમાંજ બેન્કના કર્મચારીનો પગારનું નવું સેટલમેન્ટ આવ્યું હતું.