સુરત દિલ્હીગેટ ખાતે આવેલી ફાલસાવાડી પોલીસશ્વ લાઇનમાં શનિવારે મહિલા પી.ઍસ.આઇ.શ્વઍ પોતાના રૂમમાં આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે. મહિલા પી.ઍસ.આઇ.ઍ પોતાની સર્વિસ રીવોલ્વરથી પેટના ભાગે ગોળી મારી જીવન ટુંકાવ્યુ હતુ. આ ઘટનાના પગલે મહિધરપુરા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મહિલા પી.ઍસ.આઇ.ના આપઘાતના પગલે પોલીસ બેડામાં શોકની કાલીમા છવાઇ જવા પામી છે. 

દિલ્હીગેટ બેલ્જીયમ સ્કવેરની પાસે ફાલસાવાડી પોલીસ લાઇનમાં અનિતાબેન.બી.જાેષી નામની મહિલા પી.ઍસ.આઇ. પોતાના પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં તેમના પતિ અને ઍક બાળક છે. પતિ હાલ સચિન પોલીસ મથકમાં પોલીસકર્મી તરીકે ફરજ બજાવે છે. અનિતાબેન જાેષી છેલ્લાં ૩ વર્ષથી ઉધના પોલીસ મથકમાં પી.ઍસ.આઇ. તરીકે ફરજ બજાવતા હતા. તે ઉધનાના પટેલ નગર પોલીસ ચોકીના પી.ઍસ.આઇ. હતા. શનિવારે સવારે અનિતાબેન જાષીઍ પોતાના રૂમમાં સર્વિસ રિવોલ્વરથી પેટનાં ભાગે ગોળી મારી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

ગોળીનો અવાજ સાંભળી આજુબાજુમાં રહેતા અન્ય પોલીસ કર્મીઓ દોડી આવ્યા હતા. તાત્કાલ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. કંટ્રોલ રૂમે મહિધરપુરા પોલીસને જાણ કરતા પોલીસ કાફલો અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે ઘરમાંથી સર્વિસ રીવોલ્વર કબ્જે લઇ તેમની બોડીને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલમાં મોકલી આપી હતી. આ આપઘાતના પગલે જાષી પરિવારમાં આભ ફાટી ગયુ હતુ. મહિલા પી.ઍસ.આઇ. અનિતાબેન બાબુભાઈ જાેષી મૂળે સૌરાષ્ટ્રના ભાવનગરના વતની છે તેઓએ કયા કારણોસર આપઘાત કર્યો તે હજુ સુધી જાણવા મળ્યુ નથી. અનિતાબેનને અચાનક જ ઉચકેલા આશ્વ પગલાથી પોલીસ બેડામાં શોકની કાલીમા છવાઇ જવા પામી છે. તેમના મૃત શબને હાલ તો પોસ્ટમોર્ટમ રૂમમાં મુકવામાં આવ્યું છે પોલીસ દ્વારા તેમના પરિવારજનોની રાહ જાેવાઇ રહી છે પીએસઆઇ અનિતાબેન જાેશી ના પિતા અમદાવાદ ખાતે હાલ રહે છે.