વડોદરા શહેરમાં ચોમાસાના પ્રારંભથી વરસાદ હોય કે ના હોય પરંતુ ભૂવાઓ પડવાની કામગીરી રોકાવાનું નામ લેતી નથી. શહેરના બિસમાર માર્ગોની બારમાસી સમસ્યાની માફક હવે ભુવાઓની પણ આજ પ્રકારે બારમાસી સમસ્યા થઇ ગઈ છે. ત્યારે આ સમસ્યાઓ બાબતે પ્રજાના ચંપલોના તળિયા ફરિયાદો કરી કરીને ઘસાઈ ગયા.પરંતુ આ સમસ્યાના કાયમી ઉકેલને માટે શાસકો,તંત્ર,પાલિકાના ઇજનેરો કે ઇજારદારો દ્વારા કોઈપણ પ્રકારની ઠોસ કામગીરી હાથ ધરવામાં આવતી નથી.સદાય પ્રજાલક્ષી કામગીરીને માટે કુંભકર્ણની નિંદ્રા માણતા તંત્રને જગાડવાને માટે પ્રજા અને આંદોલનકારીઓ દ્વારા નવા નવા કાર્યક્રમો આપવામાં આવે છે.આવોજ એક આશ્ચર્યજનક કાર્યક્રમ સામાજિકલ કાર્યકર દ્વારા યોજવામાં આવ્યો હતો.જેમાં લાંબા સમય સુધી ભુવો ન પુરાતા એના ખાડામાં માતાજીની પૂજા કરીને ચુનડી સાથેનું શ્રીફળ પધરાવવામાં આવ્યું હતું.આવો જ એક ભુવો ફતેપુરાના મુખ્ય માર્ગ પાર ચાર દિવસથી પડ્યો છે.પરંતુ ત્યાં પણ કોઈ કામગીરી કરાઈ નથી.