વડોદરા, તા.૧૭ 

વિતેલા છેલ્લા ર૪ કલાકમાં દિવસ અને રાત્રિ દરમિયાન માસ્ક ન પહેરનાર અને રાત્રિ કરફયૂનો ભંગ કરનાર વ્યક્તિઓની અટકાયત કરી કાનૂની રાહે કાર્યવાહી અને દંડ વસૂલાતની કામગીરી કરી પોલીસે પાંચ જેટલા ગુનાઓ નોંધી ૮ આરોપીની ધરપકડ કરી ૧૨૧૬ વ્યક્તિઓ પાસેથી કુલ રૂા.૧૨.૧૬ લાખના દંડની વસૂલાત કરવામાં આવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાની વૈશ્વિક મહામારીને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર-જિલ્લામાં કોરોના વાઈરસ વકરતો અટકાવવા માટે સ્થાનિક આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગ શહેરમાં રાત્રિ કરફયૂ લાદવામાં આવ્યો છે અને તેનો કડકપણે અમલ કરવામાં આવી રહ્યો છે, જેના અમલના ભાગરૂપે પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક જાહેર માર્ગો ઉપર ફરજ બજાવી રહી છે. તેમ છતાં કેટલીક વ્યક્તિઓ રોજબરોજ શરતભંગ કરતાં ઝડપાઈ રહ્યા છે.

વિતેલા ર૪ કલાકમાં જાહેરનામાના ભંગ બદલ પોલીસ પાંચ ગુનાઓ નોંધ્યા હતા. જ્યારે ૮ આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. દિવસ દરમિયાન અલગ અલગ વિસ્તારોમાંથી ૧૨૧૬ વ્યક્તિઓ વિરુદ્ધ જાહેરનામાના ભંગ બદલ રૂા.૧૨.૧૬ લાખના દંડની વસૂલાત કરવામાં આવી હતી.