વડોદરા તા.પ 

કોરોનાના કહેરના કારણે મંદિરો અને આશ્રમોમાં ગુરુ પુર્ણિમાની ઉજવણી સાદગીપુર્ણરીતે શિષ્યો દ્વારા પોતાના ગુરુઓની ઘરેથી જ ભાવ વંદના કરવામાં આવી હતી. તેમજ પાદુકા પુજન કરીને મહાઆરતી પણ કરવામાં આવી હતી.

પ્રાચીન કાળમાં કોઈ શાળા કે કોલેજ ન હતા, તે સમયે છાત્રોના ઋષિઓના આશ્રમમાં આવીને વિદ્યા ગ્રહણ કરતા હતા. તે સમયે કોઈ પણ વિદ્યાર્થીના જીવનનો એક પ્રહર ગુરૂ સાથે જ વિતાવતા હતા. તેથી એક વિદ્યાર્થીના જીવનમાં ગુરૂનો એક ખાસ મહ્‌ત્વ હોય છે. ગુરૂ જ તેને જીવન જીવવાની બધી કળા શીખડાવે છે. ગુરૂ જીવનના અંધકારને દૂર કરે છે.ગુરૂ જ આપણા જીવની અજ્ઞાનતાને દૂર કરીને જ્ઞાનનો દીપક પ્રગટાવે છે.તેથી ગુરૂપૂર્ણિમાને ગુરૂની વંદના કરવી જોઈએ.કોઈ પણ માણસનો જીવન ગુરૂ વગર અધૂરો છે.ગુરૂ કોઈ પણ હોઈ શકે છે અમારા માતા-પિતા, પુત્ર-પુત્રી, દોસ્ત કે કોઈ સામાન્ય માણસ પણ.ગુરુવંદના કરીને તેને સાચી ગુરુ દક્ષિણા પણ આપવી જાઇએ. શહેરમાં ગુરુપુર્ણિમાના સાદગીર્પુર્ણ કાર્યક્રમો યોજાયા હતા.

બીએપીએસ સ્વામીનારાયણ મંદિર

ગુરુ પૂર્ણિમાના પવિત્ર પર્વે સમગ્ર વિશ્વ માં વસતા બી એ પી એસ ના અસંખ્ય ભક્તજનો એ પ્રવર્તમાન સંજોગો અનુસાર ઓનલાઈન યોજાયેલ ગુરુ પૂર્ણિમા મહોત્સવમાં જોડાઈને મારા ગુરુ મારુ જીવનના કેન્દ્રવર્તી વિચાર દ્વારા ગુરુ મહિમા માણ્યો હતો. અંતમાં પરમ પુજ્ય મહંત સ્વામીના આશીર્વચન બાદ ગુરુ પૂજન કર્યું હતું.

વ્રજધામ આધ્યાત્મિક સંકુલ

ગુરુપૂર્ણિમાના અવસરે શહેરના માંજલપુર સ્થિત આધ્યાત્મિક સંકુલ ખાતે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયની પરંપરા અનુસાર વૈષ્ણવાચાર્ય પૂ.શ્રી વ્રજરાજકુમારજી મહોદય દ્વારા ભાવિકજનોને બ્રહ્મસંબંધ દીક્ષા પ્રદાન કરવામાં આવ્યા હતા, સાથે જ વલ્લભ યૂથ ઓર્ગેનાઈઝેશન (એજ્યુકેશન) વીવાયઓના બાળકો દ્વારા ગુરુપૂજન કરવામાં આવ્યું હતું, સાથે પૂ. વ્રજરાજકુમારજી મહોદય દ્વારા પ્રભુને લાડ લડાવવા સુખાર્થે વ્રજ કમળમાં છાકલીલાના સુંદર મનોરથના દર્શનનો તથા શ્રીપ્રભુ સન્મુખ ખૂબ સુંદર સજાવટનો લાભ મોટી સંખ્યામાં સર્વે વૈષ્ણવોએ મેળવ્યો હતો.

દેવસાયુજ્યમ્‌ સંસ્કૃત પ્રતિષ્ઠાન

દેવસાયુજ્યમ્‌ સંસ્કૃત પ્રતિષ્ઠાન દ્વારા ગુરુપૂર્ણિમાના પાવન પર્વના આગલા દિવસે શ્રીગુરું પ્રણમામ્યહમ વિષયે ઓનલાઇન વ્યાખ્યાન યોજવામાં આવેલુંં. વક્તા તરીકે ઉપસ્થિત ડા. પ્રફુલ પુરોહિતે ગુરુ મહિમા વર્ણવતા જણાવ્યું હતુ કે ગુરુનો ઉપદેશ મનુષ્યોં માટે વગર પાણી એ સ્નાન છે, જે તેઓના દરેક મેલને ધોવામાં સમર્થ છે, ગુરુ એવુ એક તત્વ છે, જેને આપણે ધારણ ધારણ કરીએ છીએ, ત્યારે તે કવચની માફક કુમાર્ગથી બચાવે છે, અને જ્ઞાન આપે છે, કારણકે જ્ઞાન વગર મુક્ત હોતી નથી, જે ગુરુ પોતાના શિષ્યને એક અક્ષર ઓમ અથવા પરમાત્માનું જ્ઞાન કરાવે છે, એ ગુરુના ઋણમાથી શિષ્ય મુક્ત થઇ શક્તો નથી, સંસારમાં એવો કોઇ પદાર્થ નથી જે ગુરુને સમર્પિત કરીને શિષ્ય ગુરુના ઋણમા થી મુક્ત થઇ શકે, શિષ્ય અને ગુરુ નુ મિલન શિષ્ય માટે બ્રહમતેજની વૃદ્ધિ માટે માનવામાં આવે છે, ગુરુના મહત્વને દરેક સંતો-મહંતો-ઋષિઓ અને મહાન વિભૂતિઓ એ ઉચ્ચ સ્થાન આપ્યુ છે, ગુરુ શબ્દનો અર્થ અજ્ઞાનરુપી અંધકારથી જ્ઞાનરુપી પ્રકાશ તરફ લઇ જાય છે, દરેક જીવોના હ્રદયમાં જ્ઞાનનો પ્રકાશ પ્રસારવા માટે ગુરુ હોય છે, સદા ગુરુજનોની પૂજા, વૃદ્‌ધ પુરુષોની સેવા, અને શાસ્ત્રોનું શ્રવણ આ ત્રણ કલ્યાણના અમોઘ સાધનો છે, ગુરવો હિ દૈવતં બાલાનામ્” ગુરુજનો જ બાળકોના દેવતા છે, એટલે જ - ગરુઃ સાક્ષાત્ પરબ્હમ તસ્મૈ શ્રી ગુરવે નમઃ.