રાજકોટ, ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા ઉડાવતા બુટલેગરોમાં જાણે તહેવારોની મોસમ આવી હોય તેમ રાજકોટમાં એક વર્ષમાં ૨.૮૪ કરોડનો અંગ્રેજી દારૂ ઝડપાયો છે. જેના પર ત્યારે આજે સોખડા નજીક પોલીસે રૂ.૨.૮૪ કરોડનાં વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવીને તેનો નાશ કરવામાં આવ્યો હતો. રાજકોટ શહેર પોલીસ દ્વારા સને ૨૦૨૧માં એક વર્ષ દરમ્યાન જેમાં રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શોધી કાઢવામાં આવેલ પ્રોહીબીશનના કુલ ૧૬૯ ગુન્હામા કબ્જે કરવામાં આવેલ ઇગ્લીશ દારૂ તથા બીયરની બોટલ/ટીન કુલ ૩૫,૮૦૫ જેની કિ.રૂા. ૧,૪૬,૬૦,૩૨૯/- તથા ઝોન-૧ ઠેઠળ આવેલ પોલીસ સ્ટેશન દ્વારા શોધી કાઢવામાં આવેલ પ્રોહીબીશનના કુલ ૩૦૯ ગુન્હામાં કબ્જે કરવામા આવેલ ઇગ્લીશ દારૂ બીયર ની કુલ બોટલ/ટીન કુલ ૪૧,૩૩૭ જેની કિ.રૂા. ૧,૧૩,૮૪,૭૪૯/- તથા ઝોન-૨ હેઠળ આવેલ પોલીસ સ્ટેશન દ્વારા પ્રોહીબીશનના કુલ ૨૧૬ ગુન્હામા કબ્જે કરવામાં આવેલ ઇગ્લીશ દારૂ બીયરની ૭૧૦૩ બોટલો જેની કુલ કિ.સ.૨૩,૯૭,૬૮૩/- મળી રાજકોટમાં ૬૯૪ ગુન્હામા કબ્જે કરવામા આવેલ દારૂબીયરની બોટલ/ટીન ૮૪,૨૪૫ જેની કુલ કિ.રૂ.૨,૮૪,૪૨,૭૬૧/- નો દારૂ કબ્જે કરાયો હતો.