લોકસત્તા ડેસ્ક 

હોલીવુડના જાણીતા અભિનેતા ડેવિડ ચાર્લ્સ પ્રોઝ હવે આ દુનિયામાં નથી. 85 વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું છે. ડેવિડ પ્રોઝ એક તેજસ્વી કલાકાર તેમજ બ્રિટિશ પ્રખ્યાત બોડીબિલ્ડર હતા. તે સ્ટાર વોર્સના ડાર્થ વાડરની ભૂમિકા નિભાવવા માટે જાણીતા છે.

ડેવિડ પ્રોઝે બ્રિટિશ સંસ્કૃતિમાં પોતાને એક અગ્રણી વ્યક્તિ તરીકે સ્થાપિત કરી દીધા હતા. લગભગ 50 વર્ષ સુધી સિનેમામાં કામ કર્યું, પરંતુ તેની વાસ્તવિક ઓળખ સીથ લોર્ડના પાત્રથી મળી. ડેવિડ પ્રોઝે 60 ના દાયકામાં લાંબા સમય સુધી બોડીબિલ્ડિંગ કર્યું હતું. ત્યારબાદ તેણે અભિનયની દુનિયા તરફ વળવાનું નક્કી કર્યું.

ડેવિડ પ્રોઝે પોતાની કારકિર્દીની શરૂઆત નાના પડદાથી કરી હતી. તેણે ઘણા ટીવી શો કર્યા છે, ત્યારબાદ તેણે ફિલ્મો તરફ વળવાનું નક્કી કર્યું છે. તે 1968 માં ફિલ્મ હેમરહેડમાં દેખાયો હતો. 1971 ની ફિલ્મ અ ક્લોકવર્ક ઓરેંજમાં, ડેવિડ પ્રોસે ફ્રેન્ક એલિજેન્ડરનો બોડીગાર્ડ ભજવ્યો હતો. આ ફિલ્મ પછી, તેની પસંદગી સ્ટાર સ્ટાર વોર્સ ફિલ્મ માટે કરવામાં આવી હતી. પોતાની કારકીર્દિ દરમિયાન ડેવિડ પ્રોઝે સ્પેસ 1999, અસ યુ લાઇક ઇટ અને આઈ એમ યોર ફાધર સહિતની ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો અને દર્શકોનું દિલ જીતી લીધું.