દિલ્હી-

અત્યાર સુધી કેન્દ્ર સરકાર સામે કૃષિ આંદોલન કરી રહેલા ખેડૂતોએ હવે ચૂંટણી જંગમાં ઉતરવાની પણ તૈયારી કરવા માંડી છે.ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે કહ્યુ હતુ કે, ખેડૂત નેતાઓ માટે ચૂંટણી લડવાનો વિકલ્પ ખુલ્લો છે. એક વાતચીતમાં તેમણે કહ્યુ હતુ કે, સપ્ટેમ્બર મહિનામાં મુઝફ્ફરપુરમાં એક બેઠક યોજાશે અને તેમાં આગળની રણનીતિ નક્કી થશે.સરકાર પાસે બે મહિનાનો સમય છે.તે ઈચ્છે તો વાતચીત કરી શકે છે.સપ્ટેમ્બરની મહાપંચાયતમાં યુપી અને પંજાબ તેમજ હરિયાણાથી ખેડૂતો ભાગ લેશે.આ પંચાયત તમામ ખેડૂત સંગઠનોની હશે અને તે પાંચ સપ્ટેમ્બરે યોજાશે.

એક સવાલના જવાબમાં ટિકૈતે કહ્યુ હતુ કે, ચૂંટણી લડવામાં ખોટુ શું છે, અમે વોટ આપીએ છે તો વોટ આપનાર ચૂંટણી પણ લડી શકે છે.હું ચૂંટણી લડવાનો નથી પણ ભારતીય ખેડૂત સંઘની આગળની રણનીતિ શું રહેશે તેની હજી ખબર નથી.ભારતીય કિસાન યુનિયનની શું રણનીતિ રહેશે તે પણ હમણાંતો હું જાણતો નથી.