રાનકુવા, તા.૨૩ 

ડાંગ જિલ્લાના છેવાડામાં આવેલ સુબિર તાલુકાના નિશાણા ગામે સિંચાઇ વિભાગે નિર્માણ કરેલ ચેકડેમ જર્જરિત બની લીકેજ થઇ જતા આ વિસ્તારના ખેડૂતોને સિંચાઇના લાભથી વંચિત રહેવાની નોબત ઉભી થતા સિંચાઇ વિભાગની લાલીયાવાડી બહાર આવવા પામી છે.

ડાંગ જિલ્લાના છેવાડે તાપી જિલ્લાની સરહદને અડી આવેલ નિશાણા ગામે ખરદાંડી ફળિયા પાસે લાખ્ખો રૂપિયાના ખર્ચે નિર્માણ થયેલ ચેકડેમ ગત વર્ષે ­થમ ચોમાસામાં જ ધોવાય જઇ લીકેજ થઇ જતા સરકારના લાખ્ખો રૂપિયા પાણી ગયા હોવાનો અહેસાસ સ્થાનિકો કરી રહ્ના છે. સુબીર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ નિશાણા ગામ ભૌગોલિક સ્થિતિ ­માણે તાપી જિલ્લામાંથી પસાર થઇ ડાંગના છેવાડે આવેલ હોય અહીં ચૂંટાયેલા ­તિનિધિ કે સરકારી અધિકારીઓ આવતા ન હોય. આ ગામ માળખાગત વિકાસકીય રીતે ખૂબ પાછળ રહેવા પામ્યું છે. આ વિસ્તારમાં બનેલ ચેઇન સિસ્ટમ ના ચેકડેમ લીકેજ હોવા છતાં મરામત કર્યા વગર જળસંચય હેઠળ માટી ઉલેચવામાં આવતા સિંચાઇ વિભાગે બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. હાલ ચોમાસુ ખેંચાતા આદિવાસીઓ માટે ચેકડેમમાં પાણીનું સંગ્રહ ન થતા કફોડી સ્થિતિ સર્જાઇ છે, એકબાજુ સિંચાઇ વિભાગ દ્વારા સુજલામ સુફલામ યોજના હેઠળ ડાંગના તમામ ચેકડેમો રીપેર કર્યા હોવાનો દાવો કરે છે, જયારે નિશાણા ગામે ચેકડેમમાં માત્ર માટી ઉલેચી ચેકડેમ રીપેર માત્ર કાગળ પર જ દર્શાવ્યું હોવાનું જણાય રહ્નાં છે. તેવામાં જિલ્લા વિકાસ અધિકારી નિશાણા ગામે આવેલ ચેકડેમની તપાસ હાથ ધરાવી કસુરવારો સામે પગલાં ભરાવે તેવી સ્થાનિકો માં માંગ ઉઠવા પામી છે.