અંબાજી : બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ મુકામે એકલવ્ય સ્કૂલમાં અમીરગઢ, પાલનપુર, દાંતા, વડગામ અને દાંતીવાડા તાલુકાના ખેડુતોને લાભ આપવા માટે ગુજરાત ઉર્જા વિકાસ વિકાસ એજન્સીના ચેરમેન ઇશ્વરભાઇ ભાવસારના અધ્યક્ષસ્થાને સાત પગલાં ખેડુત કલ્યાણના કાર્યક્રમ અંતર્ગત ફળ, ફૂલ અને શાકભાજી વેચાણકારોને વિનામૂલ્યે છત્રી, સીમાંત ખેડુતો અને ખેત મજુરોને સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ તથા કાંટાડી તારની વાડ માટેની સહાય યોજનાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ખેડૂત લાભાર્થીઓને વિવિધ સહાયના મંજુરીપત્રો મહાનુભાવોના હસ્તે્‌ વિતરણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ચેરમેન ઇશ્વરભાઇ ભાવસારે જણાવ્યું કે, કિસાનોના હિતમાં દત્તોપંતજી ઠેંગડીએ ભારતીય કિસાન સંઘની સ્થાપના કરી પોતાનું જીવન ખેડુતો માટે સમર્પિત કર્યુ છે. ગઇકાલે જેમનો જન્મદિવસ હતો તેવા પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીએ પણ ભારત માતાની સેવામાં પોતાનું જીવન વ્યતિત કર્યુ છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી મન કી બાત કાર્યક્રમથી દેશના લોકો સાથે રેડીયોના માધ્યમથી વાત કરે છે. 

સમાજને શક્તિશાળી બનાવવા ખેડુતોને આર્થિક રીતે સધ્ધર બનાવવા પડશે. તેમણે કહ્યું કે, કોવિડ-૧૯ વૈશ્વિક મહામારીના સમયમાં પણ ખેડુતોની મહેનતથી વાવેતર વિસ્તારમાં વધારો થયો છે. તેમણે જણાવ્યું કે, શક્તિશાળી રાષ્ટ્રકના નિર્માણમાં ખેડુતોનું યોગદાન બહુ મહત્વનું છે.

ખેડુતોને આર્થિક રીતે સમક્ષ બનાવવા વડાપ્રધાને કિસાન સન્માન નિધિ યોજના અમલી બનાવી તેમના ખાતામાં દર વર્ષે રૂ. ૬,૦૦૦ની રકમ જમા કરાવવામાં આવે છે. ખેતીના વ્યવસાયને શ્રેષ્ઠતમ બનાવવા તેને આધુનિક ટેકનોલોજી સાથે જોડી આ વ્યવસાયને નફાકારક બનાવીએ તેમ તેમણે જણાવ્યું હતું. ચેરમેન ઇશ્વરભાઇ ભાવસારે કહ્યું કે, ભૂતકાળમાં ખેડુતોને થ્રી ફ્રીજ વીજળી માટે વલખાં મારવા પડતાં હતાં. આજે ખેડુતોના ખેતરમાં સાતત્યપૂર્ણ વીજ પુરવઠો પુરૂ પાડવામાં ગુજરાત સમગ્ર દેશમાં આદર્શ અને પ્રેરણાદાયી રાજ્ય બન્યું છે.

 તેમણે ઉમેર્યુ કે, વિકાસપુરૂષ તરીકે સમગ્ર વિશ્વમાં પ્રસિધ્ધક આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વો હેઠળ વિકાસ અને સુશાસનના ફળ સમગ્ર દેશમાં છેવાડાના વિસ્તારરો અને લોકો સુધી પહોંચી રહ્યા છે. ચેરમેને જણાવ્યું કે, ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વધારો થાય તેમજ ખેડૂતો આત્ર્મંનિભર બને તે માટે સરકાર દ્વારા વિશાળપાયે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.