ધનસુરા,તા.૭ 

અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકા સહિત શહેરમાં એકાએક વાતાવરણમાં પલટા થવાની સાથે વરસાદ વરસ્યો હતો. ધનસુરામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસ્યો હતો. લાંબા સમય બાદ ભારે ઉકળાટ અને બફારા વચ્ચે વરસાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. લોકોએ ગરમીથી રાહત મેળવી હતી.ધનસુરામાં સોમવારના રોજ રાતે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને લઈને રોડ પર પાણી ભરાઇ ગયા હતા. રોડ પર પાણી ભરાઇ જતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બીજા દિવસ મંગળવારના રોજ પણ ધનસુરામાં સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસ્યો હતો.હવામાન વિભાગે આગામી ત્રણ-ચાર દિવસ ભારે વરસાદની કરેલી આગાહી વચ્ચે ધનસુરામાં સતત બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે.જેને લઈને ખેડૂતોને ખુશીનો માહોલ જોવા મળ્યો છે. મગફળી,મકાઈ સહિતના પાકોને ફાયદો થશે.